Home /News /entertainment /BIG BOSS FINALE: કોણ જીતશે બિગ બોસ? લોકોએ પહેલા જ કહી દીધું, વિજેતાને મળશે આટલા લાખ અને કાર

BIG BOSS FINALE: કોણ જીતશે બિગ બોસ? લોકોએ પહેલા જ કહી દીધું, વિજેતાને મળશે આટલા લાખ અને કાર

big boss 16

BIG BOSS 16 FINALE : સોશિયલ મીડિયા પર રિયાલિટી શોના ચાહકો અને સ્પર્ધકો પહેલાથી જ વિજેતાના નામની અટકળો લગાવી રહ્યા છે. જુઓ કોને મળી શકે છે બિગ બોસ16ની ટ્રોફી.

બિગ બોસ 16ના વિજેતાની ઘોષણા પહેલા ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે સિઝન 16ના વિજેતા કોણ હશે. પ્રિયંકા,  શાલીન ભનોટ, ચહર ચૌધરી, એમસી સ્ટેન શિવ ઠાકરે અને અર્ચના ગૌતમ  શોના ફિનાલે સુધી પહોંચવામાં સફળ થયા છે. આ પાંચેય સ્પર્ધકો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. 12 ફેબ્રુઆરીની રાત્રે, વિજેતાની જાહેરાત કરવામાં આવશે.

ક્યાં જોઈ શકાશે?

લોકપ્રિય શો 'બિગ બોસ'નો ગ્રાન્ડ ફિનાલે કલર્સ ટીવી પર બતાવવામાં આવશે. જો તમે ઓનલાઈન જોવા માંગો છો તો તમે OTT પ્લેટફોર્મ 'Voot' અને Jio TV પર જોઈ શકો છો. તમે એરટેલ એક્સ્ટ્રીમ પર પણ શો માણી શકો છો.

પ્રાઇઝ મની કેટલી? 

'બિગ બોસ 16'ના વિજેતાને ગોલ્ડ યુનિકોર્નની ડિઝાઇનમાં ચમકદાર ટ્રોફી આપવામાં આવશે. અગાઉ ઈનામની રકમ 50 લાખથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી હતી. હવે વિજેતાને 21 લાખ 80 હજાર રૂપિયા મળશે. આ સાથે વિજેતાને ગ્રાન્ડ i10 કાર પણ મળશે.

ફિનાલેમાં સલમાન ખાન કરશે હોસ્ટ

બિગ બોસ 16 શો ગયા વર્ષે ઑક્ટોબરમાં શરૂ થયો હતો, જેમાં 15 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં અબ્દુ રોજિક, ટીના દત્તા, એમસી સ્ટેન, સૌંદર્ય શર્મા, સાજિદ ખાન, શ્રીજીતા ડે, સુમ્બુલ ટૌકીર, નિમૃત કૌર આહલુવાલિયા, માન્યા સિંહ કે. , કેટલાક અન્ય સ્પર્ધકો પણ હતા. આ વખતે શો ખાસ્સો લોકપ્રિય રહ્યો હતો. દેખીતી રીતે સલમાન ખાન આ વખતે ફિનાલે હોસ્ટ કરતો જોવા મળશે. અગાઉ બીમારીના કારણે તે થોડા સમય માટે હાજરી આપી શક્યો ન હતો.

આ પણ વાંચો: URVASHI RAUTELA: ઉર્વશી અને ઋષભ ફિલ્મમાં એકસાથે દેખાશે? અભિનેત્રીના આ ફોટોએ સૌને ચોંકાવી દીધા

શું પ્રિયંકા ચહર ચૌધરીને મળશે 'બિગ બોસ 16'ની ટ્રોફી?
સોશિયલ મીડિયા પર રિયાલિટી શોના ચાહકો અને સ્પર્ધકો પહેલાથી જ વિજેતાના નામની અટકળો લગાવી રહ્યા છે. મોટાભાગના લોકોને લાગે છે કે પ્રિયંકા ચહર ચૌધરી ટ્રોફી ઘરે લઈ જશે, જ્યારે શિવ ઠાકરે ફર્સ્ટ રનર અપ રહેશે. ઈન્ડિયન એક્સપ્રેસે પણ પોતાના પોલમાં આવો જ દાવો કર્યો છે. ફિનાલેમાં સ્પર્ધકોનું ધમાકેદાર પ્રદર્શન જોવા મળશે. શાલીન ભનોટના ડાન્સ ઉપરાંત અર્ચના ગૌતમ પણ શાનદાર પરફોર્મન્સ આપતી જોવા મળશે.



ચાહકોની ઇંતેજારી વચ્ચે હવે એ જ જોવાનું રહેશે કે કોણ બાજી મારી જશે?
First published:

Tags: Actor salman khan, Bigg Boss, Bollywood News in Gujarati

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો