Home /News /entertainment /BB 16: આ અઠવાડિયે બિગ બોસના આ પ્રેમી પંખિડા થઈ જશે દૂર, એક નહીં પણ બે લોકો જશે ઘરની બહાર

BB 16: આ અઠવાડિયે બિગ બોસના આ પ્રેમી પંખિડા થઈ જશે દૂર, એક નહીં પણ બે લોકો જશે ઘરની બહાર

ફાઇલ ફોટો

Bigg Boss 16 Latest Episode: બિગ બોસના વીકેન્ડ કા વાર એપિસોડમાં દર્શકોને ડબલ ઝટકો લાગવાનો છે. બિગ બોસ હાઉસમાં આ અઠવાડિયે એક નહીં પણ બે કન્ટેસ્ટેન્ટને એલિમિનેટ કરવામાં આવશે

    મુંબઈઃ બિગ બોસ 16ની નવી સિઝનમાં ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા મળી રહ્યા છે. બિગબોસની નવી સિઝનમાં સલમાન ખાને તમામ કન્ટેસ્ટેન્ટને દરેક અઠવાડિયે અરીસો બતાવવાની જવાબદારી લઈને રાખી છે. ગયા અઠવાડિયે સૌંદર્યાની આંખો ખોલ્યા બાદ આ અઠવાડિયે પ્રિયંકા અને અંકિતાને સલમાન ખાને સમજાવ્યા છે. વળી હવે બિગબોસના ઘરમાં એલિમિનેશનની વાત કરીએ તો આ અઠવાડિયે અર્ચના ગૌતમને શિવ ઠાકરેની સાથે હિંસાના આરોપમાં ઘરની બહાર કરવામાં આવી છે.

    અર્ચના ગૌતમને વીકેન્ડના વાર પર મેકર્સ ઘરમાં પાછા લાવી રહ્યા છે. કારણકે, કહેવામાં આવી રહ્યુ છે કે તે ઝઘડો શિવ દ્વારા પ્લાન કરવામાં આવ્યો હતો. હવે જો અર્ચનાની પાછી આવી જશે તો આ વીકેન્ડ બે સભ્યો ઘરની બહાર જશે તે નક્કી છે.

    આ પણ વાંચોઃ શાહરુખ ખાનને UAEમાં મળ્યો સિનેમાનો ગ્લોબલ આઇકન એવોર્ડ, 'ઓમ શાંતિ ઓમ'ના ડાયલોગથી જીત્યુ ફેન્સનું દિલ

    બિગ બોસના ઘરથી બે સભ્ય થશે એવિક્ટ


    બિગબોસની સાથે જોડાયેલા અપડેટ આપનારા પેજ આઈ એમ ખબરીના રિપોર્ટ અનુસાર આ અઠવાડિયે 2 એવિક્શન થવાના છે. વળી ઘરની બહાર જવાવાળા સભ્યોમાં સુમ્બુલ તૌકરી ખાન અને ગૌરી નાગોરીનું નામ સામેલ છે. બિગ બોસના એલિમિનેશનને લઈને આ રિપોર્ટ કેટલું સાચુ સાબિત થાય છે એ તો આવનારા એપિસોડમાં જ જાણ થશે.








    View this post on Instagram






    A post shared by ColorsTV (@colorstv)





    આ પણ વાંચોઃ Kevin Conroy: બેટમેનના પાત્રમાં પ્રાણ ભરનાર એક્ટરનું થયું નિધન, 66 વર્ષની ઉંમરે કેન્સરની સામે હારી ગયાં








    View this post on Instagram






    A post shared by (@imkhabri2022_)





    સુમ્બુલ અને ગૌરી નાગોરીના શોની બહાર નીકળાવાની વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગી છે. અમુક લોકોનું કહેવું છે કે સુમ્બુલ આ શો બિલકુલ પણ ડિઝર્વ નથી કરતી, તેની ઉંમર હજુ બિગબોસની નથી. વળી બીજી તરફ લોકોનું કહેવું છે કે ગૌરીને શોમાંથી બહાર કાઢવી સ્ક્રિપ્ટેડ છે. કારણકે, હવે તે સાજિદ ખાનની કોઈ વાત નથી માનતી.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Big Boss, Entertainment news, બિગ બોસ, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन