Home /News /entertainment /બિગબોસે એવા આપ્યા સમાચાર કે ટીના ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, શાલીને ઈમોશનલ થઈ પહેરાવી દીધી રીંગ

બિગબોસે એવા આપ્યા સમાચાર કે ટીના ધ્રુસકે-ધ્રુસકે રડી પડી, શાલીને ઈમોશનલ થઈ પહેરાવી દીધી રીંગ

ફાઇલ ફોટો

બિગબોસ હાઉસમાં શાલીન ટીનાનાં પ્રેમ પ્રકરણે લીધો નવો વળાંક, શાલીને ટીનાને રીંગ પહેરાવીને પુછી દિલની વાત.

  મુંબઈઃ બિગ બોસ-16માં આ દિવસોમાં ઘણી એવી વસ્તુઓ જોવા મળી રહી છે, જે ક્યારેય ના બની હોય અને ઘણી એવી વસ્તુઓ પણ જોવા મળી રહી છે, જેને અવારનવાર કંટેસ્ટેંટ ફેમ લેવા માટે કરતા હોય છે. જોકે, બિગબોસ 16માં ટીના અને શાલીનનાં સંબંધો થોડા અટપટાં લાગી રહ્યા છે. શાલીને સુંબુલ માટે ગૌતમ અને ટીના સાથે ઝઘડો કર્યો હતો. પરંતુ, જ્યારે તેને રડતા જુએ છે તો પોતાને રોકી શકતો નથી. હકીકતમાં થયું કંઈક એવું કે બીગબોસે ટીનાને કન્ફેશન રૂમમાં બોલાવી હતી, જ્યાં તેને જણાવવામાં આવ્યું કે તેના પાળતું કૂતરાની હાલત ગંભીર છે. ત્યારબાદ તે રડતી-રડતી બહાર આવીને શાલીનને જણાવે છે. બંને પોતાની ગેરસમજ વિશે વાત કરે છે અને અને શાલીન તેની વીંટી ટીનાની આંગળી પર રાખીને પુછે છે કે, શું તે તેને પસંદ કરે છે?

  બિગ બોસ જણાવે છે કે, ટીનાના કૂતરાની હાલત સંવેદનશીલ છે, તેથી તમામ લોકોએ એ વિષય પર વાત કરવાની બંધ કરી દેવી જોઈએ. તે હાથ પર શાલીનની વીંટી બતાવે છે અને પછી હસતાં-હસતાં નીકળી જાય છે. આ સમગ્ર ઘટના બાદ સાજિદ અને સ્ટેન એકબીજા સાથે વાત કરતાં જોવા મળે છે કે, શાલીન કેવી રીતે ફ્લિપ કરે છે. અર્ચના સૌંદર્યા અને ગૌતમને વાત કરવાનું બંધ કરવા માટે કહે છે કારણકે, તેને ઊંઘ આવતી હોય છે.
  View this post on Instagram


  A post shared by @tinashalin


  આ પણ વાંચોઃ Video: જાહ્નવી કપુરના શરીર પર ફેન્સને જોવા મળી લવ બાઇટ, "કહ્યું અહીંયા કોણ આપે?"  અર્ચના નહીં બનાવે રસોઈ


  સૌંદર્યા નિમૃતને કહે છે કે તેણે શાલીન સાથે વાત કરવાની બંધ કરી દીધી છે, તેને હવે ખ્યાલ આવી ગયો છે કે શાલીન બેપક્ષીય ખેલ ખેલી રહ્યો છે. બિગબોસ ત્યારે ઘોષણા કરે છે કે, કોઈએ તેમનું મનોરંજન નથી કર્યુ, તેથી તેને ગપશપ કરવી છે. જેમાં માન્યા સૌથી પહેલા જાય છે અને જણાવે છે કે ગૌતમ અને સૌંદર્યાની લાગણી દુભાઈ શકે છે અને ત્યાં સુધી કે, સુંબુલ પણ ક્યારેક શાલીનને લઈને ઈર્ષ્યા કરે છે. અર્ચના પણ ઘોષણા કરે છે કે, તે ખાવાનું નહીં બનાવે અને બાથરૂમ પણ સાફ નહીં કરે. તે ફક્ત વાસણ ધોવાનું જ કામ કરશે.
  View this post on Instagram


  A post shared by ColorsTV (@colorstv)


  આ પણ વાંચોઃ VIDEO: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં આદિત્યની ખુલી ગઈ પોલ, યુઝર્સે કોમેન્ટ કરીને કર્યો ટ્રોલ

  અબ્દુ માટે ધડકે છે નિમૃતનું દિલ


  સાજિદ બિગબોસને જણાવે છે કે, અબ્દુ નિમૃતને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. ગોરી ટીનાને પુછે છે કે, આ વીંટી કોની છે આ વીંટી તેણે બીજે ક્યાંક પણ જોઈ છે. શાલીન બિગબોસને કહે છે કે, તેને લાગે છે કે ટીના તેને પસંદ કરે છે અને ગોરી સવાલ કરે છે કે તેની વીંટી ક્યાં છે. તે કહે છે કે ટીનાએ તેને બદલી નાખ્યો છે. ગોરી તેને પ્રાઇવેસી આપવાનું વચન આપે છે. સ્ટેન અને શિવ બિગબોસને જણાવે છે કે, ટીના શાલીનની લાગણી દુભાવશે.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Big Boss, Entertainemt News, બિગ બોસ, મનોરંજન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन