Home /News /entertainment /Big Boss 16: અંકિતે પહેલીવાર પ્રિયંકા સામે કરી તેના પ્રેમની રજૂઆત, શું કપલ ઑફ ધ સિઝન બનશે?
Big Boss 16: અંકિતે પહેલીવાર પ્રિયંકા સામે કરી તેના પ્રેમની રજૂઆત, શું કપલ ઑફ ધ સિઝન બનશે?
ફોટોઃ @teampriyankit_bb16
બિગ બોસ સિઝન 16ના મોસ્ટ ફેવરેટ કપલ અંકિત અને પ્રિયંકાએ એકબીજા સામે તેમના પ્રેમની રજૂઆત કરી દીધી છે. જેને જોઈને ફેન્સ અલગ-અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મુંબઈઃ બિગબોસનાં ઘરમાં હંમેશા એવું થતું હોય છે જ્યારે ઘરની અંદર જ અમુક લોકો એકબીજા સાથે પ્રેમના સંબંધમાં બંધાઈ જાય છે. અમુક લોકોનો પ્રેમ તો આ શોમાં એટલો સફળ થાય છે કે, લોકો લગ્ન પણ કરી લે છે. એટલું જ નહીં ઘરમાં એવા પણ સભ્યો છે જેના લગ્ન ભલે ના થયાં પણ લવ સ્ટોરી દર્શકો વચ્ચે લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહી હતી. આ દિવસોમાં એવું લાગે છે કે બિગ બોસ 16માં પણ આવો જ એક સંબંધ બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ કપલ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને એવી ઈચ્છા વ્યક્ત કરે છે કે બંને લગ્ન કરી લે.
બિગબોસની 16 સિઝનમાં ઘણીવાર એવું બન્યુ છે કે ઘરમાં જ એક કપલ બન્યુ હોય અને પછી લગ્ન પણ થયા હોય. તો આવામાં ફેન્સની બિગ બોસના ઘરમાં લગ્ન કરાવવાની વિનંતી કરવી એ કોઈ નવી વાત નથી. સિઝન 16માં પણ અંકિત અને પ્રિયંકાને જોઈને પરફેક્ટ જોડી જ લાગે છે. બંનેની બોન્ડિંગને શોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. બંને હંમેશા એકસાથે જોવા મળે છે. ટાસ્ક દરમિયાન પણ બંને એકબીજાનો સાથ આપે છે.
વાત જો અંકિત અને પ્રિયંકાના નવા વીડિયોની કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હાલ શેર કરવામાં આવેલા એક પ્રોમોમાં બંનેની લવ સ્ટોરી સાફ જોવા મળી રહી છે. બંને કોઈ પ્રકારે તેમના પ્રેમને જાહેર કરે છે. બંને સાથે એક રોમેન્ટિક પરફોર્મન્સ આપતા જોવા મળી રહ્યા છે.
પ્રિયંકીએ કરી આ શાનદાર વાત
શો દરમિયાન ગાર્ડનમાં વાતચીત કરતા સમયે પ્રિયંકા અંકિતને તેના પ્રેમની રજૂઆત કરે છે અને કહે છે કે તેને અંકિત સાથે અટેચમેન્ટ છે. પ્રિયંકા પોતાની વાત રાખતા સમયે કહે છે કે શું હું ઝઘડીને તને પ્રેમ કરવાનું મુકી દઉ? હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું. ગાર્ડન એરિયામાં બંને બેસીને પ્રેમભરી વાતો કરે છે. ફેન્સને આ કપલની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવે છે.
પ્રિયંકાની આ વાત સાંભળીને અંકિત પણ પોતાને રોકી નથી શકતો અને તે પણ તેની લાગણી પ્રિયંકા સાથે શેર કરે છે. જોકે દરેક લોકો જાણએ છે કે, અંકિત ખૂબ જ ઓછી વાત કરે છે. પણ આ પળે તેણે પ્રિયંકા સામે તેના બધા રાઝ કહી દીધા હતાં. અંકિતે કહ્યુ- તુ એવું બતાવી રહી છે કે હું ખોટો છું. પરંતુ જો તુ અટેચ્ડ છે તો હું પણ છું. તેમનો આ પ્રેમ ભર્યો વીડિયો તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ જ કારણ છે કે તે રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર