એકવાર ફરી મિયા ખલીફાનું નામ રિયાલીટી શો માટે સામે આવી રહ્યુ છે, તેની સાથે જે તેણીનું એક જૂનું ટ્વિટ પણ સતત વાયરલ થઈ રહ્યુ છે. જાણો શું છે મિયા ખલીફાનું રિયાલિટી શો વિશેનું સત્ય.
મુંબઈઃ એડલ્ટ ફિલ્મોની સ્ટાર મિયા ખલીફા વિશે હાલમાં જ એક અફવા ઉડી છે, જેનાથી તમામ લોકો ચોંકી ગયા છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ખબર વાયરલ થઈ રહી છે કે તે જલ્દી બિગ બોસમાં જોવના મળશે. ટીવી પર બિગ બોસ સિઝન 16ના ટેલિકાસ્ટ થયા તેના 50થી વધારે દિવસો થઈ ગયા છે. બિગ બોસના દર્શકો તે જાણવા માટે ઉત્સુક છે કે બિગ બોસમાં પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કોણ હશે, વળી ઘરની અંદર રહેલા કન્ટેસ્ટેન્ટ પણ કોઈ નવા વ્યક્તિને મળવા માટે તત્પર છે.
બિગ બોસ 16 વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીમાં સૌથી વધારે નામ મિયા ખલીફાનું ઉછળી રહ્યુ છે. હવે જોવાનું એ રહ્યુ કે હંમેશાની જેમ આ વખતે પણ મિયા ખલીફા વિશે અફવા ઉડી રહી છે કે તેમાં કોઈ હકીકત છે કે નહીં.
મિયા વિશે આ પહેલી વાર ખબર સામે નથી આવી કે તે કોઈ રિયાલીટી શોનો ભાગ બનવા જઈ રહી છે, આ પહેલા પણ ઘણીવાર તેણની રિયાલિટી શોમાં એન્ટ્રીને લઈને અફવા ઉડી રહી હતી. વર્ષ 2015માં તેણીનું નામ બિગ બોસ માટે સામે આવ્યુ હતું. કહેવામાં આવી રહ્યુ છે કે બિગ બોસના મેકર્સ સતત મિયા સાથે સંપર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેણીની સાથે વાતચીત પણ કરી રહ્યા છે. જોકે, મિયાએ આ તમામ વાતોને ખોટુ જણાવ્યુ છે.
જૂની ટ્વિટ થઈ વાયરલ
એકવાર ફરી મિયા ખલીફાનું નામ રિયાલિટી શો માટે સામે આવી રહ્યુ છે, તેની સાથે તેનું એક જૂનું ટ્વિટર રિએક્શન પણ વાયરલ થઈ રહ્યુ છે. જ્યાં તેણીએ કહ્યુ હતું કે, "મે એક વાત સાફ કરી દવ કે હું ભારત પાછી નહીં આવું અને જે કોઈએ પણ મારી બિગ બોસમાં ભાગ લેવાની વાત ફેલાઈ છે, તેની સામે કાર્યવાહી થવી જોઈએ.". ભલે મિયા ખલીફાનો આ જવાબ ખૂબ જ જૂનો હોય પરંતુ, જ્યારે પણ મિયા વિશે રિયાલિટી શો બિગ બોસને લઈને કોઈ વાત સામે આવે છે, તો સોશિયલ મીડિયા યુઝર્સ તેણીનો જૂનો જવાબ પાછો વાયરલ થવા લાગે છે. તેણીની વિશે ઉઠતા તમામ સવાલો પર વિરામ લાગી જાય છે.
નોંધનીય છે કે, "અમુક દિવસો પહેલા એક્ટર ફહમાન ખાન બિગ બોસ હાઉસનો સભ્ય બન્યા છે. જેનાથી લોકોને લાગ્યુ હતું કે આ બિગ બોસની પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી છે પરંતુ ફક્ત 1 દિવસ વિતાવ્યા બાદ પાછા આવી ગયા હતાં. તેનું જવું દર્શકોને પસંદ ના આવ્યુ. પરંતુ, બિગ બોસની સાથે એટલો સમય વિતાવ્યા બાદ પણ દર્શકો પહેલી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર