Home /News /entertainment /Big Boss 16માં ઈમોશનલ થયા Abdu Rozik, કેમ આવ્યા અબ્દૂની આંખમાં આંસુ?
Big Boss 16માં ઈમોશનલ થયા Abdu Rozik, કેમ આવ્યા અબ્દૂની આંખમાં આંસુ?
કેમ આવ્યા અબ્દૂની આંખમાં આંસુ?
Big Boss 16માં શોની લાઈવ ફીડમાં અબ્દૂ રોઝિક ખૂબ જ અપસેટ જોવા મળે છે અને પછી તે રડવા લાગે છે. ત્યારબાદ તે માન્યાને તેના રડવાનું જણાવે છે કે, આખરે સૌને હસાવનાર અબ્દૂ કેમ રડે છે.
મુંબઈઃ બિગબોસ 16ના કંટેલસ્ટેંટ અબ્દૂ રોઝિક શોની જાન છે. દર્શકોની સાથે બિગ બોસના રહેવાસી પણ અબ્દૂ પર પોતાનો જીવ રેડી દે છે. અબ્દૂ છે જ એટલો ક્યૂટ કે સૌ કોઈના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી દે છે. અબ્દૂ હાલ આખા દેશનો ફેવરેટ બની ગયો છે.
શોમાં ઈમોશનલ થયો અબ્દૂ
અબ્દૂ દર્શકોને એ હદે પસંદ છે કે, જો અબ્દૂ હસે તો સૌ કોઈ ખુશ હોય છે, પરંતુ જો અબ્દૂ ઉદાસ હોય કે પરેશાન હોય તો તેને જોઈને તેના ફેન્સની આંખો પણ ભરાઈ જાય છે. શોની લાઇવ ફીડમાં અબ્દૂ ઘણો દુઃખી જોવા મળી રહ્યો છે. અબ્દૂને રડતા જોઈને ફેન્સ પણ ગળગળા થઈ જાય છે.
પણ સવાલ એ થાય છે કે સૌને હસાવનાર અબ્દૂ આખરે રડ્યો કેમ? વાસ્તવમાં, અબ્દૂને ચિકન ખાવાનું મન કરે છે. તેને બિગબોસના ઘરમાં ફક્ત વેજ મળે છે. આવામાં તેને ચિકન ના મળતા તે ઉદાસ થઈ જાય છે અને પૂલના કિનારે બેસીને રડવા લાગે છે.
શા માટે રડે છે અબ્દૂ રોઝિક?
અબ્દૂને આટલો શાંત અને પરેશાન જોઈને ઘરનાં લોકો તેને પૂછે છે કે આખરે તેને શું થયું છે? તો પછી અબ્દૂએ માન્યાને જણાવ્યું કે તેને ચિકન અને તેનું ફેવરેટ બુર્ગીર(બર્ગર) ખાવું છે. અબ્દૂની પરેશાનીને સાંભળીને માન્યા તેને સમજાવે છે કે, તે તેને આ બધું નહીં આપી શકે, પણ જો તે બિગ બોસ સાથે વાત કરે તો બિગ બોસ તેને જરૂર ખાવામાં બુર્ગીર મોકલી શકે છે, કારણકે તે અમારા દેશમાં મહેમાન છે. પણ અબ્દૂ આ માટે ઈન્કાર કરી દે છે.
અબ્દૂ રોઝિક તજાકિસ્તાનનાં રહેવાસી છે. તે દુનિયાના સૌથી નાના સિંગર છે. અબ્દૂ બિગબોસ 16માં ધમાલ મચાવી રહ્યા છે. તેમણે તેના નટખટ અને ક્યૂટ અંદાજથી દરેકને પોતાના દિવાના બનાવી રહ્યો છે. થોડા જ દિવસોમાં અબ્દૂ બિગ બોસના સૌથી ફેવરેટ કંટેસ્ટેંટ બની ગયો છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર