Bigg Boss 15: સિદ્ધાર્થ શુક્લાને ટ્રિબ્યુટ ન અપાતા ચાહકો રોષે ભરાયા, ટ્વીટર પર ઉધડો લીધો

સિદ્ધાર્થ શુક્લાની ફાઇલ તસવીર સલામન ખાન પર ગુસ્સે ભરાયા ચાહકો

BIG Boss 15 : ‘બિગ બોસ 15’ને લઈને ચાહકોને આશા હતી કે આ શોમાં સલમાન ખાન (Salman Khan) તરફથી સિદ્ધાર્થ શુક્લાને (Sidharth Shukla) શ્રદ્ધાંજલિ (Tribute) આપવામાં આવશે. લોકો આતુરતાથી આ ક્ષણની રાહ જોતાં હતા, પણ એવું શક્ય ન બન્યું. એ પછી સોશ્યલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરુ કર્યું છે.

  • Share this:
    બિગ બોસ 15’ (Bigg Boss 15)ની ગ્રેન્ડ શરૂઆત થઈ ચૂકી છે. 2 ઓક્ટોબરની સાંજે આ શોમાં હોસ્ટ સલમાન ખાન (Salman Khan) સહિતના કલાકારોએ દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું, પણ જે વસ્તુ આ શોમાંથી બાકાત હતી એ હતી સિદ્ધાર્થ શુક્લાની યાદ. ‘બિગ બોસ’ જોનારાને સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla) અચૂક યાદ આવે એ દેખીતું છે એટલે જ ‘બિગ બોસ 15’ના ચાહકોને એ વાતની આશા હતી કે શોના પ્રીમિયરમાં તેમના ચહિતા સ્ટાર સિદ્ધાર્થ શુક્લાને જરૂર યાદ કરવામાં આવશે. જોકે, ‘બિગ બોસ 15’ના પ્રીમિયરમાં સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ (Tribute to Sidharth Shukla) આપવા માટે સલમાન ખાન 2 મિનિટ પણ ન આપી શક્યો, જેનાથી ચાહકો નારાજ થઈ ગયા છે.

    કહેવાય છે કે,’બિગ બોસ’ના ઇતિહાસમાં અત્યારસુધી ‘બિગ બોસ 13’ જેવી કોઈ સીઝન નથી થઈ અને તેનું કારણ છે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલ. કહેવાય છે કે, ‘બિગ બોસ 13’ (Bigg Boss 13)ની ટીઆરપીએ ઇતિહાસ રચી નાખ્યો હતો અને એટલા માટે જ શોની સમય મર્યાદા વધારી નાખવામાં આવી હતી. આ સીઝનના વિજેતા બનેલા સિદ્ધાર્થ શુક્લાને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. જણાવી દઈએ કે તાજેતરમાં (2 સપ્ટેમ્બર) સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે અને ત્યારથી ચાહકો સદમામાં છે.

    ‘બિગ બોસ 15’ને લઈને લોકોને આશા હતી કે આ શોમાં સલમાન તરફથી સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને લોકો આતુરતાથી આ ક્ષણની રાહ જોતાં હતા, પણ એવું શક્ય ન બન્યું. 13 કન્ટેસ્ટન્ટની એન્ટ્રી દરમ્યાન સલમાન ખાન 2 મિનિટ પણ સિદ્ધાર્થ માટે ન આપી શક્યો. એ પછી સોશ્યલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનું શરુ કર્યું છે.



    એક ચાહકે કહ્યું કે, ‘બિગ બોસે સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ ન આપી. તેમનો શો ફ્લોપ જ જશે કેમકે તેઓ જંગલના સિંહને ભૂલી ગયા. હવે મને આ શોથી નફરત છે. મિસ યુ સિદ્ધાર્થ શુક્લા સર.’



    ‘બિગ બોસ 13’ બાદ સિદ્ધાર્થ શુક્લાની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળ આવ્યો હતો, પરંતુ એ પણ સત્ય છે કે તેની હાજરીમાં જ 13મી સીઝન ‘બિગ બોસ’ના ઈતિહાસની સૌથી સફળ અને હિટ સીઝન બની હતી.

    કેટલાંય ફેન્સે કહ્યું કે શોમાં સલમાન ખાને સિદ્ધાર્થ શુક્લાને યાદ કરવો જોઈતો હતો. લોકોએ કહ્યું કે તેને BB15 પર પ્રોપર ટ્રિબ્યુટ મળવી જોઈતી હતી.





    ખુદ બિગ બોસે પણ એક એપિસોડમાં તેના વખાણ કર્યા હતા. સિદ્ધાર્થ આખા શોમાં ‘વન મેન આર્મી’ હતો અને શોમાં તેની શહેનાઝ સાથેની કેમેસ્ટ્રી ફેન્સને પસંદ આવી હતી. કદાચ એટલે જ સિદ્ધાર્થે અન્ય કન્ટેસ્ટન્ટ સાથેની મારામારીનો નિયમ તોડ્યો છતાં તેને બહાર કરવામાં આવ્યો ન હતો.
    Published by:Jay Mishra
    First published: