ન્યૂઝ18ગુજરાતીઃ કોન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati)ની 11મી સિઝન (KBC 11)ના 17 ઑક્ટોબરના એપિસોડમાં મુંબઇથી આવેલી આંચલ અશોક ગુપ્તાએ 25 લાખ રૂપિયાના પ્રશ્ન ઉપર કેબીસી છોડી દીધું હતુ. અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) આંચલને કોંગ્રેસ અધ્યક્ષ પદ ઉપર રહેલા કેટલાક નેતાઓના નામની સાથે કોઇ એક યોગ્ય વિકલ્પને ઓળખવાનું કહ્યું હતું. વિકલ્પને ઓળખવાનું કહ્યું હતું જે ક્યારેય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા ન્હોતા.
પરંતુ આંચલ આ પ્રશ્ન સાથે આગળ વધી નહીં. અને તેમણે રૂ. 12.50 લાખ જીતીને સંતોષ માન્યો હતો. ત્યારબાદ આંચલે પોતાના પરિવાર અંગે થોડી જાણકારી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે તે 7 ફૂટના રૂમમાં પાંચ લોકો સાથે રહે છે.
જોકે, આંચલે ઇન્ટરટેનમેન્ટના સાથે સંકળાયેલા પ્રશ્નોના જવાબ ફટાફટ આપ્યા હતા. તેમણે એ પણ જણાવી દીધું હતું કે ફિલ્મફેયરમાં ન્યૂ મ્યૂઝિક એવોર્ડ કયા સંગીતકાર હસ્તીના નામ ઉપર રાખવામાં આવ્યો હતો.
આરડી બર્મનનું નામ લઇને તેમણે કઠીન પ્રશ્નનો જવાબ પણ આપી દીધો હતો. પરંતુ રાજનીતિ અને રમત સંબંધી પ્રશ્નમાં તેઓ ફસાઇ ગઇ હતી. અન્યથા માનુષી છિલ્લરને ઝડપી ઓળખી લીધા હતા. જોકે, પૌરાણિક પ્રશ્ન ઉપર તેમણે એક્સપર્ટ રાહુલ દેવની સલાહ લીધી હતી.