નવી દિલ્હીઃ એક જાહેરાતમાં વકીલના ડ્રેસમાં નજરે આવવા બદલ અમિતાભ બચ્ચનને એક નોટિસ પાઠવવામાં આવી છે. અમિતાભ એક મસાલા કંપનીની જાહેરાતમાં કામ કર્યું છે. આ મામલે જાહેરાત બતાવનાર યુટ્યુબ અને અન્ય મીડિયા હાઉસને પણ દિલ્હીના બાર કાઉન્સિલ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જરૂર કાળજી રાખવામાં નથી આવી.
નોટિસમાં એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરાતને મંજૂરી વગર બતાવનારા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "આ નોટિસ મળતાની સાથે જ આ પ્રકારની તમામ જાહેરાતને તાત્કાલિક અસરથી બંધ કરી દેવી. આ મામલે દિલ્હી બાર કાઉન્સિલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય બાર કાઉન્સિલને બાંહેધરી આપવામાં આવે કે વકીલના પોશાકનો ભવિષ્યમાં અન્ય કોઈ જાહેરખબરમાં ઉપયોગ નહીં કરવામાં આવે."
બાર કાઉન્સિલે દસ દિવસમાં આવી બાંહેધરી આપવાનું કહ્યું છે, જો આવું નહીં કરવામાં આવે તો કાયદેસરના પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે.
આ જાહેરાતમાં અમિતાભ બચ્ચનને ડ્રેસિંગ રૂમમાં વકીલના પોશાકમાં જોઈ શકાય છે. બાદમાં બે જૂનિયર આર્ટિસ્ટ રૂમમાં દાખલ થાય છે અને અમિતાભ બચ્ચનને પાંઉ ભાજી આપે છે. કોઈ ચોક્કસ મસાલા સાથે બનેલી પાંઉ ભાજીના અમિતાભ બચ્ચન વખાણ કરતા નજરે પડે છે.
આ પહેલા પણ અમિતાભ બચ્ચન અને તેમની દીકરી શ્વેતા બચ્ચનની એક જ્વેલરી એડને પરત લેવામાં આવી હતી. આ અંગે બેંકના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને તેમની સામે કાયદેસરના પગલાં લેવાની ચીમક આપી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર