શ્રીનાં અંતિમ સંસ્કાર બાદ ભાવુક થયા અમિતાભ, ફરી કરી દર્દ ભરેલી ટ્વીટ

Margi
Updated: March 1, 2018, 7:06 PM IST
શ્રીનાં અંતિમ સંસ્કાર બાદ ભાવુક થયા અમિતાભ, ફરી કરી દર્દ ભરેલી ટ્વીટ
સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. લોકોની ભીડ આ વાતનો પુરાવો છે કે શ્રી કેટલાં ઉચ્ચ દરજ્જાની કલાકાર હતી

સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. લોકોની ભીડ આ વાતનો પુરાવો છે કે શ્રી કેટલાં ઉચ્ચ દરજ્જાની કલાકાર હતી

  • Share this:
મુંબઇ: શ્રીદેવી કરોડો લોકોને રોવડાવીને આ દુનિયાને અલવિદા કહીને જતી રહી. બુધવારે સાંજે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. લોકોની ભીડ આ વાતનો પુરાવો છે કે શ્રી કેટલાં ઉચ્ચ દરજ્જાની કલાકાર હતી. તેમનાં અંતિમ યાત્રામાં બોલિવૂડની તમામ હસ્તી પહોંચી હતી.

આ સમયે બિગ બી પણ તેમની અંતિમ યાત્રામાં શામેલ થવા માટે શ્મશાન પહોચ્યા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ ભાવૂક થઇ ગયા હતાં અને તેમણે ટ્વિટર પર પોતાનાં દિલની વ્યથા ઠાલવી હતી. આ સમયે તેમણે કૈફી આઝમીનો એક શેર તેમનાં ટ્વિટર પેજ પર લખ્યો હતો. 'રહેને કો સદા દેહર મે આતા નહીં કોઇ.. તુમ જૈસે ગયે એસે ભી જાતા નહીં કોઇ' (દેહર એટલે દુનિયા)બિગ બીએ આ શાયરી લખ્યા બાદ તેમ પણ લખ્યું હતું કે, આ શાયરી તેમને જાવેદ અખ્તરે શ્રીદેવીનાં અંતિમ સંસ્કાર સમયે સંભળાવી હતી. આ શાયરી ડિરેક્ટર ગુરુદત્તનાં ગુજરવા સમયે લખવામાં આવી હતી. જે આજે
પણ સત્ય સાબિત થઇ રહી છે.

આપને જણાવી દઇએ કે બિગ બીએ શ્રીદેવીનાં નિધનનાં સમાચાર જાહેર થયા તેનાં એક ક્લાક પહેલાં જ ટ્વિટ કરી હતી કે 'ન જાને ક્યૂં, એક અજીબ સી ઘબરાહટ હો રહી હૈ'

First published: March 1, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading