કોરોનામાં માતા-પિતા ગુમાવનાર Bhuvan Bam એ 'બાપ્પા'ને કરી ફરિયાદ, મારા મા-બાપ પણ તમારા ભક્ત હતાં

ગણેશ ચતુર્થી પર ભાવૂક થયો ભૂવન બામ

Ganesh Chaturthi 2021: 'ગણપતિ બાપ્પા મોરયા'નાં જયકારની વચ્ચે દેશ આખામાં બાપ્પાનું સ્વાગત થયું છે. દરેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ધૂમ જોવા મળી રહી છે. તો ભુવન બામ (Bhuvan Bam Parents)ને તેનાં દિવગંત માતા-પિતાની યાદ સતાવી રહી છે. પોતાનાં માતા પિતાને યાદ કરી ભુવન બામ (Bhuvan Bam Instagram) એટલો ઇમોશનલ થઇ ગોય છે કે, બાપ્પાને ફરિયાદ કરી રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોતાનાને ગુમાવવાનું દુખ આજીવન સતાવે છે. પણ આ પીડા ત્યારે વધી જાય છે જ્યારે તમે સૌથી ખુશ હોવ. આ સમયમાં જે તે વ્યક્તિ સાથે વીતાવેલો સારો સમય યાદ આવે છે. પ્રખ્યાત યૂટ્યૂબર અને ઇન્ફ્લૂએન્ઝર ભુવન બામ (Bhuvan Bam) હાલમાં દુખ અનુભવે છે. ગણેશોત્સવ (Ganesha Utasav)નાં આ સમય પર ઘર ઘરમાં ગણપતિ ગજાનનનું સ્વાગત થઇ રહ્યું છે. શુક્રવારનાં 'ગણપતિ બાપ્પા મોરયા'નાં જયકારની વચ્ચે દેશ આખામાં બાપ્પાનું સ્વાગત થયું છે. દરેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ધૂમ જોવા મળી રહી છે. તો ભુવન બામ (Bhuvan Bam Parents)ને તેનાં દિવગંત માતા-પિતાની યાદ સતાવી રહી છે. પોતાનાં માતા પિતાને યાદ કરી ભુવન બામ (Bhuvan Bam Instagram) એટલો ઇમોશનલ થઇ ગોય છે કે, બાપ્પાને ફરિયાદ કરી રહ્યો છે.

  આ પણ વાંચો-Gahena Vasisth: કેવી રીતે શૂટ કરાય છે ન્યૂડ ફોટો અને વીડિયો, ખોલ્યું પડદા પાછળનું રહસ્ય

  ગણેશ ચતુર્થીનાં દિવસે માતા-પિતાને યાદ કરી ભાવુક થયેલાં ભુવન બામે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્શનમાં બે પોસ્ટ કરી હતી આ પોસ્ટમાં તેણે ગણપતિ બાપ્પાની સાથે માતા-પિતાની તસવીરો શેર કરી હતી. તેની માતાની તસવીર શેર કરતાં ભુવને લખ્યું હતું કે, 'તે આપને ખુબજ પ્રેમ કરતી હતી બાપ્પા, આ ઠીક નથી થયું.'  જે બાદ તેણે તેનાં પિતાની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, 'આ પણ આપને ખુબજ પ્રેમ કરતાં હતાં, આ યોગ્ય નથી થયું' ભુવનની આ પોસ્ટ જોઇ કોઇની પણ આંખો ભીની થઇ જાય. ભુવન આ સમયે કઇ તકલીફ માંથી પસાર થઇ રહ્યો છે તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

  આ પણ વાંચો-માનાં નિધનનાં ચોથા પહેલાં જ Akshay Kumar પરિવાર સાથે ગયો લંડન, યૂઝર્સે ક્યું- ન ચોથું કર્યું ન તેરમું

  આપને જણાવી દઇએ કે, 27 વર્ષનાં ભુવન બામ પ્રખ્યાત યૂટ્યૂબર અને ઇન્ફ્લૂએન્સર છે. ભુવનનાં માતા-પિતાનું નિધન આ વર્ષે કોવિડને કારણે થયું હતું. એક મહિનામાં તેણે તેનાં માતા-પિતા બંનેને ગુમાવી દીધા હતાં. જૂન મહિનામાં ભુવને સોશિયલ મીડિયા પર તેનું દુખ જાહેર થયુ હતું. ભુવને તેની પોસ્ટમાં લખ્યું હતું કે, 'કોવિડને કારણે મારી બે લાઇફ લાઇન જતી રહી. આઇ અને બાબા વગર કંઇજ પહેલાં જેવું નથી રહ્યું. એક મહિનામાં બધુ જ વેર વીખેર થઇ ગયું. ઘર, સપના બધુ જ. મારી આઇ મારી પાસે નથી. બાબા મારી પાસે નથી. હવે શરૂથી જીવવાનું શીખવું પડશે. મન નથી કરતું.'

  આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

  આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

  વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
  Published by:Margi Pandya
  First published: