Home /News /entertainment /

નાની ઉંમરે જ સંભાળી T-Seriesની કમાન, જાણો ભૂષણ કુમારની સફળતાની કહાની

નાની ઉંમરે જ સંભાળી T-Seriesની કમાન, જાણો ભૂષણ કુમારની સફળતાની કહાની

ભૂષણ કુમાર જન્મદિવસ

ભૂષણ કુમારે વર્ષ 1997માં ટી-સીરીઝની જવાબદારી સંભાળી હતી, જ્યારે ગુલશન કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કુમારે જણાવ્યું કે, ફિલ્મ બનાવવી મ્યૂઝીક બનાવવાથી ઘણી અલગ વાત છે. હું સૂતા સમયે પણ મ્યૂઝીક બનાવી શકું છું

    Bhushan Kumar Birthday: ભારતીય મ્યૂઝીક કંપની (Music Company) T-Seriesએ વિશ્વ ક્ષેત્રે અનેક નવી ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. અબજો વ્યૂઝ સાથે યૂટ્યુબ ટી-સીરીઝ નંબર-1ની પોઝીશન (T-Series Number-1 Position) પર આવી ચૂકી છે. સતત પ્રગતિશીલ અને અનેક નવા રેકોર્ડ પોતાના નામે કરનાર ટી-સીરીઝ અને તેના ચેરમેન ભૂષણ કુમાર (Chairmen Bhushan Kumar)ની કહાની કોઇ ફિલ્મી કહાની (Success Story)થી ઓછી નથી. અનેક ચઢાવઉતારને પાર કરીને આજે ટી-સીરીઝ વિશ્વક્ષેત્રે પોતાની ઓળખ ઉજાગર કરી ચૂકી છે.

    ગુલશન કુમારની હત્યા બાદ ભૂષણે સંભાળી જવાબદારી

    ભૂષણ કુમારે વર્ષ 1997માં ટી-સીરીઝની જવાબદારી સંભાળી હતી, જ્યારે ગુલશન કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમની સાથે તેમના કાકા કૃષ્ણ કુમાર(ગુલશન કુમારના નાના ભાઇ) પણ ટી-સીરીઝ સાથે જોડાયેલા હતા, પરંતુ જૂનિયર કુમારના અચાનક થયેલા પ્રમોશનના કારણે અમુક લોકોમાં થોડી અસહમતિની સ્થિતિ પેદા થઇ ગઇ હતી. જોકે, ભૂષણ કુમારે થોડા જ સમયમાં કંપની પર પોતાની પકડ જમાવી લીધી હતી.

    હું સૂતા સમયે પણ મ્યૂઝીક બનાવી શકું છું

    આજે ભૂષણ કુમાર મ્યૂઝીકથી લઇને ફિલ્મો સુધી પોતાની પકડ જમાવી ચૂક્યા છે. ટી-સીરીઝ ઓટો પાયલટ સિસ્ટમમાં પહોંચી ચૂકી છે. કુમારે જણાવ્યું કે, ફિલ્મ બનાવવી મ્યૂઝીક બનાવવાથી ઘણી અલગ વાત છે. હું સૂતા સમયે પણ મ્યૂઝીક બનાવી શકું છું. ફિલ્મોનો બિઝનેસ કઠીન રહ્યો છે. ફિલ્મ મેકિંગને લઇને અમારી સફળતા ઠીક રહી છે. અમુક ફિલ્મો હિટ રહી તો અમુક ફિલ્મો સફળ ન થઇ શકી.

    આ પ્રોડક્શન હાઉસ ફિલ્મોમાં રહ્યા અસફળ

    માત્ર ટી-સીરીઝ જ નથી જે ફિલ્મોમાં અસફળ રહ્યું હોય અથવા ઠીકઠાક સફળતા મળી હોય. ઘણા ફિલ્મ સ્ટુડિયો માટે ફિલ્મ મેકિંગ કપરું ચઢાણ સાબિત થઇ ચૂક્યું છે. ડિઝ્નીએ ઇન્ડિયામાં ફિલ્મ પ્રોડક્શન બંધ કરી દીધું છે અને બાલાજી ટેલીફિલ્મ્સનો મૂવી બિઝનેસ સંઘર્ષ કરી રહ્યો છે.

    ભૂષણ કહે છે કે, જો તમે તમારા પાનાઓ સરખી રીતે ખોલો છો અને તમારી પાસે યોગ્ય બજેટ અને કન્ટેન્ટ છે, તો આ માર્કેટ કોઇ મુશ્કેલ કામ નથી. ઘણી ફિલ્મો સાથે એક જ સમસ્યા રહી કે તેમનું બજેટ 80થી 100 કરોડ રૂપિયા હતું અને તેમણે બિઝનેસ માત્ર 30-40 કરોડનો કર્યો હતો.

    આ પણ વાંચો - Bhushan Kumar Birthday : અનોખી છે ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલાની Love Story, આ રીતે થયા લગ્ન

    ભૂષણ પાસે છે ફિલ્મ બિઝનેસનું સારું નોલેજ

    ભૂષણ કુમારના નજીકના લોકોનું કહેવું છે કે તેમની પાસે બિઝનેસની સારી સમજ શક્તિ છે. ફિલ્મ સ્ટુડિયો અબનડેંશિયાના સીઇઓ વિક્રમ મલ્હોત્રા કહે છે કે, ફિલ્મી દર્શકો વિશે તેમની સમજ, મ્યૂઝીક મેકર તરીકે તેમનો બહોળો અનુભવ અને બિઝનેસની કુશળતાના કારણે તેઓ બીજા પર ભારે પડે છે. તેઓ ફટાફટ નિર્ણય કરે છે, જે મર્યાદિત અવસરોવાળા બિઝનેસમાં ખૂબ જરૂરી છે.
    First published:

    Tags: Bhushan kumar, Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन