સરોજ ખાનની વરસી પર ભૂષણ કુમારની જાહેરાત: બનશે લેજન્ડ્રી કોરિયોગ્રાફર પર BIOPIC

સરોજ ખાનનાં જીવન પર ફિલ્મ બનાવશે ભૂષણ કુમાર

સરોજ ખાનની કોરિયોગ્રાફીનો જ કમાલ હતો કે તેમણે માધુરી-શ્રીદેવીની ડાન્સ સ્કીલને સુધારીને ઘણા હિટ ગીતો ઇન્ડસ્ટ્રીને આપ્યા હતા. તો બીજી તરફ કરીના કપૂરની આંખોની સુંદરતા ઓળખી તેને ડાન્સની ટ્રેનિંગ પણ સરોજ ખાને જ આપી હતી.

  • Share this:
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી લીજેન્ડ્રી કોરિયોગ્રાફર સરોજ ખાનને સંગીતમય ટ્રીબ્યૂટ આપવાનો નિર્ણય ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે કર્યો છે. સરોજ ખાનનું નિધન 3 જુલાઇ, 2020માં મુંબઇમાં થયું હતું. ભૂષણ કુમારે સરોજ ખાનના જીવન પર બાયોપિક બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મ અંગે વધુ જાણકારી જલ્દી જ આપવામાં આવશે.

આ પણ વાંચો- રાખી સાવંત બોલી, 'બોલિવૂડમાં કોઇ ડ્રગ્સ નથી લેતું, બધા પવિત્ર છે'

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન જેણે માધુરી દીક્ષિત, શ્રીદેવીને પોતાના ઇશારાઓ પર નચાવ્યા તેમને બોલીવૂડ સ્ટાર બનાવ્યા હતા. હવે તેમના જીવન પર બાયોપિક બનવવામાં આવશે. સરોજ ખાનની કોરિયોગ્રાફીનો જ કમાલ હતો કે તેમણે માધુરી-શ્રીદેવીની ડાન્સ સ્કીલને સુધારીને ઘણા હિટ ગીતો ઇન્ડસ્ટ્રીને આપ્યા હતા. તો બીજી તરફ કરીના કપૂરની આંખોની સુંદરતા ઓળખી તેને ડાન્સની ટ્રેનિંગ પણ સરોજ ખાને જ આપી હતી.

આ પણ વાંચો- આમિર ખાને 15 વર્ષ બાદ બીજી પત્ની કિરણ રાવ સાથે લીધા છૂટાછેડા, જાતે આપ્યું નિવેદન

ફિલ્મ ક્રિટીક તરુણ આદર્શે ટ્વિટ કરીને સરોજ ખાનની પુણ્યતિથિ પર ભૂષણ કુમારના આ નિર્ણય વિશે જાણકારી આપી હતી. તરણે લખ્યું કે આ ઓફિશ્યલ છે..ભૂષણ કુમારે સરોજ ખાનની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે..લીજેન્ડ્રી કોરિયોગ્રાફરની બાયોપિક વિશે આગળની જાણકારી જલદી જ આપશે.

સરોજ ખાને લગભગ 2 હજારથી વધુ ગીતો પર કોરિયોગ્રાફી કરી હતી. 50ના દાયકામાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે શરૂઆત કરી હતી. માત્ર 13 વર્ષની ઉંમરમાં 43 વર્ષના બી સોહનલાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન વધુ ચાલ્યા ન હતા. સરોજ હિન્દુ પરીવારમાં જન્મી હતી. તેમણે લગ્ન બાદ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. સરોજ ખાન પોતાના ફિલ્મી સફરમાં ખૂબ સફળ રહી. જોકે તેના માટે તેણે ખૂબ સંઘર્ષ પણ કર્યો હતો. તેમની પર્સનલ લાઇફ પણ સારી ન હતી. સરોજ ખાનની બાયોપિકમાં તેમના જીવન સાથે જોડાયેલા ઘણા અજાણ્યા ભાગો વિશે જાણવાનો અવસર મળશે. માધુરી દીક્ષિત સહિત બોલીવુડના ઘણા સ્ટાર્સની આંખો આજે પણ સરોજ ખાનને યાદ કરીને ઉદાસ થઇ જાય છે.
First published: