Home /News /entertainment /કામની લાલચ આપી ભૂષણ કુમારે આચર્યું દુષ્કર્મ, મહિલાએ નોંધાવી ફરિયાદ
કામની લાલચ આપી ભૂષણ કુમારે આચર્યું દુષ્કર્મ, મહિલાએ નોંધાવી ફરિયાદ
ભુષણ કુમાર વિરુદ્ધ FIR દાખલ
મહિલાનો આરોપ છે કે, ભુષણ કુમારે (Bhushan Kumar)કામ અપાવવાની લાલચ આપીને 2017થી ઓગસ્ટ 2020 સુધી તેનાં પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાએ આરોપ મૂક્યો કે, ત્રણ અલગ અલગ જગ્યાએ તેની સાથે દુષકૃત્ય કરવામાં આવ્યું હતું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટી સિરીઝનાં મેનેજિંગ ડિરેક્ટર (T-Series) ભૂષણ કુમાર (Bhushan Kumar) સામે દુષ્કર્મનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભૂષણ કુમાર વિરુદ્ધ 30 વર્ષીય મહિલાએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. મહિલાનો આરોપ છે કે, ભૂષણ કુમારે ટી-સીરીઝના પ્રોજેક્ટમાં કામ આપવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું છે. મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
મહિલાનો આરોપ છે કે, કામ અપાવવાની લાલચ આપીને 2017થી ઓગસ્ટ 2020 સુધી તેનાં પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલાએ આરોપ મૂક્યો કે, ત્રણ અલગ અલગ જગ્યાએ તેની સાથે દુષકૃત્ય કરવામાં આવ્યું હતું. મહિલાએ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે ભૂષણ કુમાર પાસે તેની કેટલીક એવી તસવીરો અને વીડિયો છે જે તેને વારંવાર વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો.
પોલીસે જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલુ છે. અત્યાર સુધી કોઇ ધરપકડ થઇ નથી. મહિલાએ ફરિયાદમાં કહ્યું કે, ભુષણ કુમારે તેને ધમકી આપી હતી કે જો તેણે કોઇને ફરિયાદ કરી તો તે તેના વીડિયો અને તસવીરો લીક કરી દેશે. હાલ આ મામલે ભુષણ કુમાર તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.
" isDesktop="true" id="1114833" >
ઉલ્લેખનીય છે કે, 2018માં મીટૂ મુવમેન્ટ દરમિયાન ભુષણ કુમાર પર એક મહિલાએ યૌન શોષણનો આરોપ મૂક્યો હતો. જો કે, ભુષણ કુમારે આ મામલે પોતાના પક્ષ રાખતાં તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. સાથે જ તેમણે કહ્યું હતું કે, આ બધું તેમની છબી ખરાબ કરવા માટે કરાઇ રહ્યું છે. તેમની પત્ની દિવ્યા પણ ભૂષણના સપોર્ટમાં આવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર