Bhumi Pednekar Bold Photos: ભૂમિ પેડનેકર આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા મેરા નામ'ના પ્રમોશનને લઇને ખૂબ જ બિઝી છે. ભૂમિ પેડનેકર ફિલ્મમાં વિક્કી કૌશલ સાથે રોમેન્ટિક અને બોલ્ડ અંદાજમાં જોવા મળશે. ફિલ્મના પ્રમોશન માટે પણ ભૂમિએ બોલ્ડ અંદાજ કૅરી કર્યો છે. ભૂમિ આજકાલ પોતાના બોલ્ડ ફોટોઝથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.
ભૂમિ પેડનેકર, વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની અપકમિંગ ફિલ્મ ગોવિંદા મેરા નામ 16 ડિસેમ્બરે રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર બોલ્ડ અંદાજમાં જોવા મળશે.
આ જ કારણ છે કે આજકાલ તે સોશિયલ મીડિયા પર પણ સેંસુઅસ અંદાજમાં વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે.
ભૂમિ પેડનેકર લેટેસ્ટ ફોટોઝમાં વન શોલ્ડર વાળુ બ્લેક સિક્વેંસ ગાઉન પહેરેલી જોઇ શકાય છે. ટાઇટ ફિટિંગ વાળા આ ગાઉનમાં ભૂમિ પેડનેકર કોન્ફિડેંસ સાથે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
હસીનાના ડ્રેસમાં બેક સાઇડ પર સ્લિટ હતો, જે તેના ગાઉનને સ્ટાઇલિશ બનાવી રહ્યો હતો. ભૂમિએ આ આઉટફિટ ઈન્ટરનેશનલ ક્લોથિંગ લેબલ Irena Soprano પરથી પિક કર્યો છે.
ભૂમિ પેડનેકર સમય સાથે ખૂબ જ બોલ્ડ થતી જઇ રહી છે. એક સમય હતો જ્યારે તેણે વજન વધારીને આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'દમ લગા કે હઇશા'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
તેવામાં ભૂમિ આજે પોતાના કર્વી ફિગરને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે અને ફેન્સ તેની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યાં છે.
ભૂમિ પેડનેકર લેટેસ્ટ ફોટોઝમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. એક્ટ્રેસે પોતાના આ લુકને ન્યૂડ શિમરી મેકઅપ અને સ્મોકી આઇઝ સાથે કમ્પ્લીટ કર્યો છે. સાથે જ એક્ટ્રેસે પોતાના હેરને વેવી લુક આપીને ઓપન રાખ્યા છે.
ભૂમિ પેડનેકરે ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં પોઝ આપ્યા છે. જેઓ તેના ફેન્સના ધબકારા વધારી રહ્યા છે.
ભૂમિ પેડનેકરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં છે. અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા મેરા નામ' બાદ ભૂમિ પેડનેકર 'ભીડ', 'ભક્ષક', 'ધ લેડી કિલર', 'અફવાહ', 'મેરી પત્ની'ની રિમેકમાં પોતાની એક્ટિંગનો જલવો વિખેરતી નજરે આવશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર