Home /News /entertainment /

Bhuj: The Pride Of Indiaનું શાનદાર ટીઝર OUT, એક્શન-વોર સીન્સે લૂંટ્યા ફેન્સના દિલ, કાલે આવશે Trailer

Bhuj: The Pride Of Indiaનું શાનદાર ટીઝર OUT, એક્શન-વોર સીન્સે લૂંટ્યા ફેન્સના દિલ, કાલે આવશે Trailer

આ ફિલ્મનું પ્રીમિયર 13 ઓગસ્ટે સીધા ઓટીટી પ્લેટફોર્મ 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર થવાનું છે.

આ ફિલ્મનું પ્રીમિયર 13 ઓગસ્ટે સીધા ઓટીટી પ્લેટફોર્મ 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર થવાનું છે.

    Bhuj The Pride of India Teaser: મલ્ટીસ્ટારર ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયા'નું શક્તિશાળી ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ દેશભક્તિની ફિલ્મમાં એક્શન-વોર દ્રશ્યોનો ડબલ ડોઝ જોવા મળશે. ફિલ્મના ટીઝર જોયા પછી લોકો એટલા પ્રભાવિત થયા છે કે, તેઓ તેનું ટ્રેલર જલદીથી જોવા માંગે છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 12 જુલાઈના રોજ જોવા મળશે.

    ટીઝરમાં અજય દેવગણનો (Ajay Devgn) જોરદાર અવાજ સંભળાય છે. અજય દેવગન જે રીતે ડાયલોગ બોલ્યા છે, ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ટીઝરમાં નોરા ફતેહી, સંજય દત્ત, સોનાક્ષી સિંહા અને અજય દેવગનની એક ઝલક જોવા મળી છે. આ ફિલ્મનું પ્રીમિયર 13 ઓગસ્ટે સીધા ઓટીટી પ્લેટફોર્મ 'ડિઝની પ્લસ હોટસ્ટાર' પર થવાનું છે.

    અજય દેવગને તેના સોશ્યલ મીડિયા પર 'Bhuj:The Pride of India'નું ટીઝર શેર કરતાં કહ્યું કે' આજ સુધીની સૌથી મોટી લડત 'કહીને, અને એમ પણ કહ્યું કે તેનું ટ્રેલર આવતીકાલે આવશે.



    PICS: રથયાત્રા પહેલા સોનાવેશનાં દર્શન કરવા જગન્નાથ મંદિરમાં ઉમટ્યા ભક્તો, ગજરાજની કરાઇ પૂજા

    આ ફિલ્મની વાર્તા 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બનેલી સાચી અને બોલ્ડ ઘટનાથી પ્રેરાયેલી છે.અજય ભારતીય હવાઈ દળના સ્ક્વોડ્રોન લીડર વિજય કર્ણિકની ભૂમિકા નિભાવતા દેખાશે, જે તે સમયે ભુજ એરપોર્ટનો હવાલો સંભાળતા હતા. આ સાથે જ સંજય દત્ત રણછોડદાસ પગીની ભૂમિકામાં છે. એમી વિર્ક વિક્રમસિંહ બઝ જેઠાજની ભૂમિકામાં છે. સોનાક્ષીના પાત્રનું નામ સુંદરબેન જેઠા છે. જ્યારે, નોરા હિરા રહેમાન નામનું પાત્ર ભજવી રહી છે.





    ફિલ્મની વાર્તા આની પર આધારિત છે

    આ ફિલ્મની સ્ટોરી 1971માં થયેલા ભારત–પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ દરમિયાન સ્કવૈડ્રન લીડર વિજય કાર્ણિક ભુજ એરપોર્ટ પર પોતાની ટીમ સાથે હાજર હતા. આ દરમિયાન પાકિસ્તાન તરફથી બોમ્બ ફેકવામાં આવ્યા હતા તે સમયે એરબેસ પર તેની સાથે 50 એરફોર્સ અને 60 ડિફેંસ સિક્યોરિટીના લોકો હાજર હતા.વિજય કર્ણિકા અને તેમની ટીમે મહિલાઓની મદદથી હવાઈપટ્ટીને ફરી તૈયાર કરી હતી. તેઓએ 300 મહિલાઓ સાથે મળીને તૈયાર કરી જેથી ભારતીય સેનાના જવાનોને લઈને જવા વાળી ફ્લાઈટ ત્યાં આરામથી લેન્ડ કરી શકે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Nora, Sanjay Dutt, Sonakshi Sinha, Teaser, અજય દેવગન, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन