Filmmaker Onir Dhar session gets cancelled: 'માઈ બ્રધર નિખિલ' જેવી ફિલ્મ બનાવનારા ઓનિર ઘર ભોપાલ લિટરેચર ફેસ્ટિવલમાં આવવાના હતાં. ગે નિર્દેશક અહીં Making Literature LGBTQ Neutral વિષય પર બોલવાના હતાં. પરંતુ વિરોધ થતા આયોજકોએ તેમનું આમંત્રણ રદ કરી દીધું છે.
નવી દિલ્હીઃ પ્રસિદ્ધ ફિલ્મમેકર ઓનિર ધર ભોપાલમાં શુક્રવારે આયોજીત થનારા લિટરેચર અને આર્ટ ફેસ્ટિવલમાં એક સેશન લેવાના હતાં. 'આઈ એમ ઓનિર એન્ડ આઈ એમ ગે' નામની પુસ્તક લખનારા લેખક ઓનિર ધર Making Literature LGBTQ Neutral વિષય પર બોલવાના હતાં. પરંતુ એક સમૂહે હંગામો અને વિરોધ કર્યા બાદ ઓનિરને આ ઈવેન્ટમાં આવવાની ના પાડી દીધી હતી. ઓનિર આ વાતથી ખૂબ જ દુઃખી છે અને તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પણ નારાજગી વ્યક્ત કરી છે. વળી સોશિયલ મીડિયા પર ઓનિરના ટ્વિટ બાદ ઘણા લોકો આ ઘટનાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
'માઈ બ્રધર નિખિલ' જેવી ફિલ્મ બનાવનારા ઓનિરે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી છે કે, 'આઘાતમાં છુ અને દુઃખી પણ છું કે જે ઈવેન્ટમાં બોલવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો, તે ઈવેન્ટમાંથી મને હટાવી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે, એક સમૂહે મારી સામે વિરોધ કરવાની અને હિંસા ફેલાવાની ધમકી આપી હતી, સાથે જ પોલીસે આયોજકોને કહ્યુ કે તેઓ મારી સુરક્ષાની ગેરંટી નથી આપી શકતાં. તેથી ઈવેન્ટ રદ કરવામાં આવે છે. હું હજુ પણ આને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું.'
આ ઈવેન્ટના રદ્દ થવા પર ઘણા મોટા પત્રકારોએ પણ વિરોધ કર્યો છે. વળી હિન્દીના લેખક તેમજ પત્રકાર વિજય મનોહર તિવારીએ આ ઈવેન્ટના રદ્દ હોવાની વાતનું સ્વાગત કર્યુ છે. તેણે લખ્યુ, 'સમાજમાં તેમનું હ્રદયથી સ્વાગત છે, પરંતુ સાહિત્યના નામ પર ઓછામાં ઓછું ભારત ભવનના પ્રાંગણમાં ના આ વિષય પ્રાસંગિક છે, ના આવશ્યક. વાત મોડે ખબર પડનાર ઉત્સાહી, વિચારશીલ અને આઘુનિકતાવાદી આયોજકો દ્વારા #BLFથી આ બકવાસ વિષય તુરંત હટાવી દેવામાં આવ્યો છે.'
હકીકતમાં, ભોપાલ લિટરેચર ફેસ્ટિવલમાં પહેલા દિવસે શુક્રવારે એલજીબીટીક્યૂ સમુદાયનો એક કાર્યક્રમ થવાનો હતો. તેમાં ઓનિર ધર 'આઈ એમ ઓનિર એન્ડ આઈ એમ ગે' વિષય પર પોતાની વાત રજૂ કરવાના હતાં. પરંતુ ભારત ભવનમાં આ મામલે ચર્ચા તેમજ વિરોધ થતાં ઈવેન્ટને રદ્દ કરવી પડી હતી.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર