Home /News /entertainment /

Box Office Collection: ભૂલ ભુલૈયા-2 કમાણીમાં શાનદાર, કંગનાની 'ધાકડ' ધાક ન જમાવી શકી

Box Office Collection: ભૂલ ભુલૈયા-2 કમાણીમાં શાનદાર, કંગનાની 'ધાકડ' ધાક ન જમાવી શકી

બંને ફિલ્મો 20 મેના રોજ રિલીઝ થઇ છે.

ભૂલ ભુલૈયા 2 એ કંગના રનૌતની ફિલ્મને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. કાર્તિક આર્યનની ફિલ્મે આ સપ્તાહના અંતે 53.50 કરોડની કમાણી કરી છે. રવિવારે ફિલ્મની કમાણી 22-23 કરોડની આસપાસ છે.

    કાર્તિક આર્યન (Kartik Aaryan) સ્ટારર ભૂલ ભુલૈયા 2 (Bhool Bhulaiyaa 2) અને કંગના રનૌત (Kangana Ranaut)ની ધાકડ (Dhaakad) એક જ દિવસે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોનું પ્રમોશન ખૂબ જ મોટા પાયે કરવામાં આવ્યું હતું. બંને ફિલ્મો પણ સાવ અલગ છે. એક ફિલ્મ કોમેડી હોરર ફિલ્મ છે તો કંગના રનૌતની ફિલ્મ જોરદાર એક્શનથી ભરપૂર છે. ખાસ વાત એ છે કે, કોવિડ-19ને કારણે બંને ફિલ્મો લાંબા સમયથી રિલીઝ થઈ ન હતી. હવે રીલીઝ થતાં આખરે બંને ફિલ્મોનું વીકેન્ડ રિપોર્ટ કાર્ડ આવી ગયું છે.

    ભૂલ ભુલૈયા 2 એ કંગના રનૌતની ફિલ્મને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. કાર્તિક આર્યનની ફિલ્મે આ સપ્તાહના અંતે 53.50 કરોડની કમાણી કરી છે. રવિવારે ફિલ્મની કમાણી 22-23 કરોડની આસપાસ છે. બોલિવૂડમાં અત્યારે મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકતી નથી. આવી સ્થિતિમાં કાર્તિક આર્યનની ફિલ્મે બોલિવૂડ ફિલ્મોમાં જીવ રેડવાનું કામ કર્યું છે. લોકો તેની ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે.

    ભૂલ ભુલૈયા 2Vs ધાકડ
    ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર, ભૂલ ભૂલૈયા 2 એ રવિવારે 23 કરોડની કમાણી કરી હતી, જ્યારે ધાકડનું કલેક્શન 50 લાખ રહ્યું છે. તરણ આદર્શ અનુસાર ફિલ્મે વીકેન્ડ પર 55 કરોડથી વધુની કમાણી કરી છે. જો કમાણીની સ્પીડ આવી જ રહી તો ભૂલ ભુલૈયા 2 ટૂંક સમયમાં 100 કરોડની ફિલ્મ બની જશે. જ્યારે ધાકડની અત્યાર સુધીમાં કુલ કમાણી 3.22 કરોડ થઈ ગઈ છે. ફિલ્મમાં કંગના રનૌતે જોરદાર એક્શન કર્યું છે પરંતુ તેમ છતાં ફિલ્મનું કલેક્શન કંઈ ખાસ રહ્યું નથી.

    આ પણ વાંચો- 'જુગ જુગ જિયો' વિવાદમાં: કરણ જોહર પર ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડી ગીત 'નાચ પંજાબન' ચોરવાનો આરોપ

    ભૂલ ભુલૈયા 2

    ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. તેને ટી-સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમારે પ્રોડ્યુસ કર્યું છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.

    ધાકડ
    ધાકડમાં કંગના રનૌત લીડ રોલ કરી રહી છે. કંગના રનૌત ઉપરાંત આ ફિલ્મમાં અર્જુન રામપાલ, દિવ્યા દત્તા, સસ્વત ચેટર્જી અને શારીબ હાશ્મી પણ છે. આ ફિલ્મ રજનીશ ઘાઈ દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મમાં કંગના રનૌત પહેલીવાર એક્શન કરતી જોવા મળી છે.

    આ પણ વાંચો- આ કંઇ પબ્લિસિટી સ્ટન્ટ નહીં પણ મારો પ્રેમ છે...

    રાખી સાવંતે નવા બોયફ્રેન્ડ આદિલ સાથે કરી સગાઈ, કહ્યું- "આ કઇ પબ્લિસીટી સ્ટંટ નહીં મારો પ્રેમ છે"


    કાર્તિક આર્યન (Kartik Aaryan)

    'ભૂલ ભુલૈયા 2' (Bhool Bhulaiyaa 2)

    કંગના રનૌત (Kangana Ranaut)

    'ધાકડ' (Dhaakad)

    Box Office Collection
    First published:

    Tags: Bollywood Film, Box office Collection, Kangana ranaut

    આગામી સમાચાર