Home /News /entertainment /'ભૂલ ભુલૈયા-2' આજે થઇ શકે '100 કરોડ ક્લબ'માં શામેલ, 7 દિવસમાં કમાયા રૂ. 92 કરોડ
'ભૂલ ભુલૈયા-2' આજે થઇ શકે '100 કરોડ ક્લબ'માં શામેલ, 7 દિવસમાં કમાયા રૂ. 92 કરોડ
થિએટર્સમાં છવાઇ કાર્તિકની ભૂલ ભુલૈયા-2
'ભૂલ ભુલૈયા 2'માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. તેને ટી-સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમારે પ્રોડ્યુસ કર્યું છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા-2 હાલમાં દર્શકોને ડરાવી ડરાવીને હસાવી રહી છે. ફિલ્મની કહાની અને સ્ટાર કાસ્ટ દર્શકોનું દિલ જીતી રહ્યાં છે. આ ફિલ્મ માત્ર છ દિવસમાં 85 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે ફિલ્મઆજનાં દિવસે 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લેશે.
ગત સાત દિવસમાં કરી 92.05 કરોડ રૂપિયાની કમાણી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે, ફિલ્મ 75 કરોડ રૂપિયાનાં બજેટમાં બનેલી 'ભૂલ ભુલૈયા-2'એ ભારતમાં સાતમાં દિવસે ગુરુવારે 7.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ફિલ્મે છઠ્ઠા દિવસે બુધવારે 8.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ પહેલાં તેણે મંગળવારે 9.56 કરોડ રૂપિયા, ચોથા દિવસે 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા દિવસે રવિવારે 23.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે શનિવારે 18.34 કરોડ રૂપિયા અને પહેલાં દિવસે શુક્રવારે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રમાણે ફિલ્મે માત્ર છ દિવસમાં 84.78 કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફિસ પર કરી લીધી છે.
#BhoolBhulaiyaa2 will emerge #KartikAaryan's HIGHEST GROSSING FILM in Weekend 2 [will surpass #SonuKeTituKiSweety lifetime biz]... SUPER-HIT... [Week 1] Fri 14.11 cr, Sat 18.34 cr, Sun 23.51 cr, Mon 10.75 cr, Tue 9.56 cr, Wed 8.51 cr, Thu 7.27 cr. Total: ₹ 92.05 cr. #India biz.
કંગનાની ધાકડ ગઇ ફેઇલ ભૂલ ભુલૈયા 2 એ કંગના રનૌતની ફિલ્મને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. કાર્તિક આર્યનની ફિલ્મે આ સપ્તાહના અંતે 92.05 કરોડની કમાણી કરી છે. જ્યારે કંગનાની ધકડ અન્ય બોલિવૂડની ફિલ્મોની જેમ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. આવી સ્થિતિમાં કાર્તિક આર્યનની ફિલ્મે બોલિવૂડ ફિલ્મોમાં જીવ રેડવાનું કામ કર્યું છે. લોકો તેની ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે.
ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. તેને ટી-સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમારે પ્રોડ્યુસ કર્યું છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.
આ ફિલ્મ કાર્તિક આર્યનનાં કરિઅરની સૌથી મોટી હિટ સાબિત થઇ છે. તેની 'ભૂલ ભુલૈયા-2'એ 'સોનુ કે ટિટૂ કી સ્વિટી'નો લાઇફટાઇમ અર્નિંગ રેકોર્ડ તોડી દીધો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર