Bhool Bhulaiya 2 Box Office Collection: ભૂલ ભુલૈયા 2 એ કંગના રનૌતની ફિલ્મને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. કાર્તિક આર્યનની ફિલ્મ નવમાં દિવસે રૂ. 109.92 કરોડની કમાણી કરી છે. જ્યારે કંગનાની ધકડ અન્ય બોલિવૂડની ફિલ્મોની જેમ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. આવી સ્થિતિમાં કાર્તિક આર્યનની ફિલ્મે બોલિવૂડ ફિલ્મોમાં જીવ રેડવાનું કામ કર્યું છે. લોકો તેની ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાર્તિક આર્યનની (Kartik Aryan) અને કિયારા અડવાણી (Kiara Advani)ની ભૂલ ભુલૈયા-2 (Bhool Bhulaiya-2) હાલમાં દર્શકોને ડરાવી ડરાવીને હસાવી રહી છે. ફિલ્મની કહાની અને સ્ટાર કાસ્ટ દર્શકોનું દિલ જીતી રહ્યાં છે. આ ફિલ્મે નવમાં દિવસમાં 109.92 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે ફિલ્મ આજનાં દિવસે 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લીધો છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે, ફિલ્મ 75 કરોડ રૂપિયાનાં બજેટમાં બનેલી 'ભૂલ ભુલૈયા-2'એ ભારતમાં નવ દિવસમાં 109.92 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છ. ફિલ્મે નવમાં દિવસે એટલે કે બીજા શનિવારે 11.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે શુક્રવારે આઠમાં દિવસે ફિલ્મે 6.52 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સાતમાં દિવસે ગુરુવારે 7.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ફિલ્મે છઠ્ઠા દિવસે બુધવારે 8.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ પહેલાં તેણે મંગળવારે 9.56 કરોડ રૂપિયા, ચોથા દિવસે 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા દિવસે રવિવારે 23.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે શનિવારે 18.34 કરોડ રૂપિયા અને પહેલાં દિવસે શુક્રવારે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રમાણે ફિલ્મે માત્ર આઠ દિવસમાં 98.57 કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફિસ પર કરી લીધી છે.
#BhoolBhulaiyaa2 is on a winning streak, hits double digits on [second] Sat... Remains first choice of moviegoers, eclipses biz of new films... National chains witness growth, mass circuits super-strong... [Week 2] Fri 6.52 cr, Sat 11.35 cr. Total: ₹ 109.92 cr. #India biz. pic.twitter.com/ytw6aTUP35
ભૂલ ભુલૈયા 2 એ કંગના રનૌતની ફિલ્મને કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. કાર્તિક આર્યનની ફિલ્મ નવમાં દિવસે રૂ. 109.92 કરોડની કમાણી કરી છે. જ્યારે કંગનાની ધકડ અન્ય બોલિવૂડની ફિલ્મોની જેમ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી. આવી સ્થિતિમાં કાર્તિક આર્યનની ફિલ્મે બોલિવૂડ ફિલ્મોમાં જીવ રેડવાનું કામ કર્યું છે. લોકો તેની ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ થઈ રહી છે.
ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. તેને ટી-સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમારે પ્રોડ્યુસ કર્યું છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.
આ ફિલ્મ કાર્તિક આર્યનનાં કરિઅરની સૌથી મોટી હિટ સાબિત થઇ છે. તેની 'ભૂલ ભુલૈયા-2'એ 'સોનુ કે ટિટૂ કી સ્વિટી'નો લાઇફટાઇમ અર્નિંગ રેકોર્ડ તોડી દીધો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર