Home /News /entertainment /Bhool Bhulaiyaa 2 Box Office Collection Day 11: કાર્તિક-કિયારાની ફિલ્મનો જાદુ છે બરકરાર, આંકડા જોઇને ખુશ થઈ ગયા ચાહકો
Bhool Bhulaiyaa 2 Box Office Collection Day 11: કાર્તિક-કિયારાની ફિલ્મનો જાદુ છે બરકરાર, આંકડા જોઇને ખુશ થઈ ગયા ચાહકો
Bhool Bhulaiyaa 2 Box Office Collection Day 11: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ બોક્સ ઓફિસ પર 128 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
Bhool Bhulaiyaa 2 Box Office Collection Day 11: કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ બોક્સ ઓફિસ પર 128 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
Bhool Bhulaiyaa 2 Box Office Collection Day 11: બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aryan) અને એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani)ની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2)ની કમાણીની રફતાર વધી જ રહી છે. આ ફિલ્મ આ જ મહિનાની 20મી તારીખે લોન્ચ થઈ હતી. ફિલ્મને પહેલા દિવસથી જ સારી શરૂઆત મળી છે. ફિલ્મે બીજા શનિવારે 11.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ રવિવારે ફિલ્મે 12.77 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે 10 દિવસમાં જ 100 કરોડ રૂપિયાનો મોટો આંકડો પાર કરી લીધો છે. તો ફિલ્મને સોમવારે પણ સારો રિસ્પોન્સ મળ્યો છે.
બોક્સ ઓફિસ પર ‘ભૂલ ભુલૈયા 2’નો જાદુ અકબંધ
અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ની કમાણી 10 દિવસ બાદ પણ અટકવાનું નામ નથી લઈ રહી. ફિલ્મે શુક્રવારે 11.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ રવિવારે ફિલ્મ 12.77 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી. તો સોમવારે કલેક્શનમાં 5.55 કરોડ રૂપિયા વધ્યા હતા. એટલે ફિલ્મે 11 દિવસની અંદર 128.24 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.
#BhoolBhulaiyaa2 is proving all calculations and estimations wrong... The [second] Mon numbers are an eye-opener... Crosses ₹ 125 cr, marches towards ₹ 150 cr... [Week 2] Fri 6.52 cr, Sat 11.35 cr, Sun 12.77 cr, Mon 5.55 cr. Total: ₹ 128.24 cr. #India biz. pic.twitter.com/4DCBtrDSIA
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ 2022માં રિલીઝ થયેલી બોલિવુડની ત્રીજી એવી ફિલ્મ છે જે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ છે. તો સેન્ચ્યુરી પાર કરવાના મામલે કાર્તિક આર્યનની ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ બાદ આ બીજી ફિલ્મ છે. ‘ભૂલ ભુલૈયા 2’ આવનારા દિવસોમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો રેકોર્ડ તોડી શકે છે.
આયુષ્માનની ‘અનેક’ પર કાર્તિકની ‘ભૂલ ભુલૈયા 2’ પડી ભારે
કાર્તિક આર્યનની ફિલ્મ પર આયુષ્માન ખુરાના સ્ટારર ‘અનેક’ની રિલીઝની પણ કોઈ અસર નથી પડી. તો ‘ધાકડ’, ‘રનવે 34’, ‘જયેશભાઈ જોરદાર’, ‘હીરોપંતી 2’ જેવી ફિલ્મો પર પણ ‘ભૂલ ભુલૈયા 2’ ભારે પડી છે. જણાવી દઈએ કે ‘અનેક’એ પહેલા દિવસે કુલ 1.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બોક્સ ઓફિસ પર એક તરફ જ્યાં આ દિવસોમાં સાઉથની જ બોલબાલા છે અને બોલિવુડ ફિલ્મો આવતાં જ ફ્લોપ થઈ રહી છે, એવામાં કાર્તિક આર્યનની ફિલ્મે બોલિવુડ માટે આશા જગાડી છે. આ ફિલ્મ માટે થિએટરોમાં દર્શકોની જોરદાર ભીડ જોવા મળી છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર