Home /News /entertainment /Bhool Bhulaiyaa 2 Box Office: ‘ભૂલ ભુલૈયા 2’ કરી રહી છે ધુંઆધાર કમાણી, 10મા દિવસે આંકડો પહોંચ્યો 122 કરોડને પાર
Bhool Bhulaiyaa 2 Box Office: ‘ભૂલ ભુલૈયા 2’ કરી રહી છે ધુંઆધાર કમાણી, 10મા દિવસે આંકડો પહોંચ્યો 122 કરોડને પાર
સિનેમાઘરોમાં છવાઈ કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 2’
Bhool Bhulaiyaa 2 Box Office Day 10: કાર્તિક આર્યન (Kartik Aaryan) સ્ટારર હોરર-કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’એ તાજેતરમાં જ 100 કરોડનો આંકડો પાર કર્યો છે અને બોક્સ ઓફિસ કલેક્શનનો આંકડો વધી જ રહ્યો છે.
Bhool Bhulaiyaa 2 Box Office Collection: બોલિવુડ એક્ટર્સ કાર્તિક આર્યન (Kartik Aaryan) અને કિયારા અડવાણી (Kiara Advani) સ્ટારર ‘ભૂલ ભુલૈયા 2’ (Bhool Bhulaiyaa 2) બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. બીજા અઠવાડિયે પણ આ ફિલ્મે પોતાનો જાદૂ બરકરાર રાખ્યો હતો. 10મા દિવસે એટલે કે બીજા રવિવારે આ ફિલ્મે 12.77 કરોડ રૂ.નો બિઝનેસ કર્યો છે. પહેલા વીકમાં 92.05 કરોડ, આઠમા દિવસે 6.52 કરોડ, નવમા દિવસે 11.35 કરોડ અને 10મા દિવસે 12.77 કરોડ એમ કુલ 122.69 કરોડની કમાણી અત્યારસુધી આ ફિલ્મે કરી છે.
અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ હોરર કોમેડી ફિલ્મમાં રાજપાલ યાદવ, સંજય મિશ્રા અને તબ્બૂ જેવા કલાકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો છે.
બોક્સ ઓફિસ પર એક તરફ જ્યાં આ દિવસોમાં સાઉથની જ બોલબાલા છે અને બોલિવુડ ફિલ્મો આવતાં જ ફ્લોપ થઈ રહી છે, એવામાં કાર્તિક આર્યનની ફિલ્મે બોલિવુડ માટે આશા જગાડી છે. આ ફિલ્મ માટે થિએટરોમાં દર્શકોની જોરદાર ભીડ જોવા મળી છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે કાર્તિક આર્યનની ફિલ્મ પર આયુષ્માન ખુરાના સ્ટારર ‘અનેક’ની રિલીઝની કોઈ અસર નથી પડી. જણાવી દઈએ કે અનુભવ સિન્હા નિર્દેશિત ‘અનેક’ 28 મેએ રિલીઝ થઈ છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મો મોટાભાગે બ્લોકબસ્ટર સાબિત થાય છે, પરંતુ આ વખતે દર્શકોએ ‘અનેક’ને સારો રિસ્પોન્સ આપ્યો નથી.
કાર્તિક આર્યન હિન્દી ફિલ્મોનો ચહીતો એક્ટર છે. તેની અગાઉની ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’એ પણ 100 કરોડનો આંકડો પાર કર્યો હતો. આ ફિલ્મે ટોટલ 152 કરોડનો બિઝનેસ કર્યો હતો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર