Home /News /entertainment /BOX OFFICE પર છવાઇ કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા-2', 8 દિવસમાં કરી રૂ. 98.57 કરોડની કમાણી
BOX OFFICE પર છવાઇ કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા-2', 8 દિવસમાં કરી રૂ. 98.57 કરોડની કમાણી
ભૂલ ભુલૈયા-2 એ કરી રૂ. 98.57 કરોડની કમાણી
Bhool Bhulaiya-2 Day 8 BO Collection: ભૂલ ભુલૈયા-2 (Bhool Bhulaiya-2) હાલમાં દર્શકોને ડરાવી ડરાવીને હસાવી રહી છે. ફિલ્મની કહાની અને સ્ટાર કાસ્ટ દર્શકોનું દિલ જીતી રહ્યાં છે. આ ફિલ્મ માત્ર આઠ દિવસમાં 98.57 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે ફિલ્મ આજનાં દિવસે 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લેશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કાર્તિક આર્યનની (Kartik Aryan) અને કિયારા અડવાણી (Kiara Advani)ની ભૂલ ભુલૈયા-2 (Bhool Bhulaiya-2) હાલમાં દર્શકોને ડરાવી ડરાવીને હસાવી રહી છે. ફિલ્મની કહાની અને સ્ટાર કાસ્ટ દર્શકોનું દિલ જીતી રહ્યાં છે. આ ફિલ્મ માત્ર આઠ દિવસમાં 98.57 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટને આશા છે કે ફિલ્મ આજનાં દિવસે 100 કરોડની કમાણીનો આંકડો પાર કરી લેશે.
ગત આઠ દિવસમાં કરી 98 કરોડ રૂપિયાની કમાણી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા સાઇટ પર પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે, ફિલ્મ 75 કરોડ રૂપિયાનાં બજેટમાં બનેલી 'ભૂલ ભુલૈયા-2'એ ભારતમાં સાતમાં દિવસે ગુરુવારે 7.27 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, ફિલ્મે છઠ્ઠા દિવસે બુધવારે 8.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આ પહેલાં તેણે મંગળવારે 9.56 કરોડ રૂપિયા, ચોથા દિવસે 10.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા દિવસે રવિવારે 23.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે બીજા દિવસે શનિવારે 18.34 કરોડ રૂપિયા અને પહેલાં દિવસે શુક્રવારે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ પ્રમાણે ફિલ્મે માત્ર આઠ દિવસમાં 98.57 કરોડ રૂપિયાની કમાણી બોક્સ ઓફિસ પર કરી લીધી છે.
#BhoolBhulaiyaa2 marches ahead gloriously, unaffected by the new opponents... Expect bigger numbers over the weekend... Will hit 💯 cr today [second Sat]... #KartikAaryan's second film to hit century, after #SKTKS... [Week 2] Fri 6.52 cr. Total: ₹ 98.57 cr. #India biz. pic.twitter.com/fzJCTpXdEJ
કંગનાની ધાકડનું સ્ક્રિનિંગ 98 ટકા ઘટ્યું- બોલિવૂડ હંગામાને કહ્યું, “ધાકડ 20 મેના રોજ લગભગ 2100 સ્ક્રીન્સ સાથે રિલીઝ થઈ હતી. રવિવાર, 22 મે સુધી, લગભગ 300 સ્ક્રીનો (ફિલ્મ) બંધ હતી, ખાસ કરીને સિંગલ સ્ક્રીન. સોમવારથી સ્ક્રીનની સંખ્યામાં વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો. ગુરુવાર સુધી, તે ટોમ ક્રૂઝ-સ્ટારર ટોપ ગન: મેવેરિકને કારણે થિયેટરમાંથી ખેંચી લેવામાં આવ્યું છે. ટોમ ક્રૂઝની ફિલ્મ 26 મેના રોજ રીલિઝ થઈ હતી. ટિકિટ બુકિંગ એપ BookMyShow પર 'ધાકડ' No Watch(ના વોચ) ઓપ્શન' સાથે દેખાઈ રહી છે. આનો અર્થ એ છે કે મૂવી જોનારાઓ માટે બુક કરવા માટે કોઈ શો ઉપલબ્ધ નથી. ફિલ્મ નવી દિલ્હીનાં અમુક જ થિયેટરોમાં જ લાગેલી છે. 'ધાકડ'ને સારી રીતે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને લગભગ 2100 સ્ક્રીન્સ મળી છે.
ભૂલ ભુલૈયા 2માં કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને અનીસ બઝમીએ ડિરેક્ટ કરી છે. તેને ટી-સિરીઝના બેનર હેઠળ ભૂષણ કુમારે પ્રોડ્યુસ કર્યું છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે.
આ ફિલ્મ કાર્તિક આર્યનનાં કરિઅરની સૌથી મોટી હિટ સાબિત થઇ છે. તેની 'ભૂલ ભુલૈયા-2'એ 'સોનુ કે ટિટૂ કી સ્વિટી'નો લાઇફટાઇમ અર્નિંગ રેકોર્ડ તોડી દીધો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર