રાકેશ મિશ્રાના ગીત પર યુવતીનો જબરદસ્ત કમ્મરતોડ ડાન્સ, Video વાયરલ

રાકેશ મિશ્રાના ગીત પર યુવતીનો જબરદસ્ત કમ્મરતોડ ડાન્સ, Video વાયરલ
યુટ્યુબ પર રાકેશ મિસ્રાના ગીત પર ડાન્સ વાયરલ

રિલીઝ થયેલા આ વીડિયોમાં એક યુવતી છત પર ફાટેલા જીન્સ અને ટોપ સાથે ગજબ સ્ટાઇલ ડાન્સ કરતી જોવા મળી રહી છે

 • Share this:
  ભોજપુરી (Bhojpuri) સિનેમાના લોકપ્રિય ગાયક અને અભિનેતા રાકેશ મિશ્રા (Rakesh Mishra)ની વધારે ઓળખાણ આપાની જરૂરત નથી. તેમના ગીતો ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે લોકપ્રિય છે, તેથી તેમને ભોજપુરીના 'વાઈરલ સ્ટાર રાકેશ મિશ્રા' (Viral Star Rakesh Mishra) પણ કહેવામાં આવે છે. રાકેશ મિશ્રા તેમના આશ્ચર્યજનક ગીતોના કારણે ખૂબ વખાણ પ્રાપ્ત કરે જ છે. તેમના ચાહકો ઘણી વાર તેમના ગીતો પર પરફોર્મ કરતા જોવા મળતા હોય છે. તાજેતરમાં જ, રાકેશ મિશ્રાની એક ચાહકે તેમના સુપરહિટ ગીત 'એ રાજા બધે દરડિયા' (Ae Raja Badhe Daradiya) પર અદભૂત ડાન્સ કર્યો છે, જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  વેવ મ્યુઝિક ભોજપુરી પર રિલીઝ થયેલા આ વીડિયોમાં એક યુવતી છત પર ફાટેલા જીન્સ અને ટોપ સાથે ગજબ સ્ટાઇલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે રાકેશ મિશ્રાના ગીત 'એ રાજા બધે દરદિયા' પર જોરદાર ડાન્સ (Dance) કરી રહી છે. તેના ડાન્સનો અંદાજ અને ચહેરાના હાવભાવ ભોજપુરી શ્રોતાઓને ખૂબ આકર્ષક લાગી રહ્યા છે. આ વિડિઓને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ વીડિયો ગઈકાલે 11 મેના રોજ પ્રકાશિત થયો હતો અને માત્ર એક જ દિવસમાં આ વિડિઓએ સારા એવા વ્યૂઝ મેળવ્યા છે. આ આંકડો ઝડપથી વધી રહ્યો છે.

  રાકેશ મિશ્રાના ભોજપુરી ગીત 'એ રાજા બધે દરડિયા' વિશે વાત કરીએ તો, આ ગીત ગત મહિને 2 એપ્રિલે વેવ મ્યુઝિક પર રિલીઝ થયું હતું. આ સુપરહિટ સોંગમાં રાકેશ મિશ્રા સાથે સુંદર ભોજપુરી એક્ટ્રેસ તૃશાકર મધુ (Trishakar Madhu) જોવા મળી હતી. લોકોને રાકેશ મિશ્રા અને ત્રિશાકર મધુની જોડી ગમે છે. આ જ કારણ છે કે, આ ગીત પણ ખૂબ જોવામાં આવી રહ્યું છે. આ ગીતને એક મહિનામાં 24 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ ગીત મનોજ મીઠીએ લખ્યું છે અને સંગીત સાજાન મિશ્રાએ આપ્યું છે.
  Published by:kiran mehta
  First published:May 12, 2021, 22:22 pm