ધૂમ મચાવી રહ્યું છે ખેસારી લાલ યાદવનું નવું સૉન્ગ 'સેટિંગ કરા કે જા'

News18 Gujarati
Updated: November 30, 2019, 9:25 AM IST
ધૂમ મચાવી રહ્યું છે ખેસારી લાલ યાદવનું નવું સૉન્ગ 'સેટિંગ કરા કે જા'
ખેસારી લાલ યાદવનું નવું ગીત રિલિઝ થયું છે.

ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવનું નવું ગીત 27 નવેમ્બરના રોજ રિલિઝ થયું છે. આ ગીતમાં ખુશ્બુ તિવારીએ તેની સાથે અવાજ આપ્યો છે.

  • Share this:
ભોજપુરી સિનેમામાં લોકો સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav) ના ગીતો અને અભિનયને પસંદ કરે છે. તેમના ગીત ઇન્ટરનેટ પર સતત ધબકતા રહે છે. ખેસારી લાલ યાદવનું બીજું નવું ગીત હવે રિલીઝ થયું છે. 27 નવેમ્બરના રોજ રિલીઝ થયેલા આ ગીતનાં શબ્દો છે 'જા એ જાન સેટિંગ કરા કે જા' (Setting Kara Ke Jaa)છે. આ ગીત યૂટ્યુબ પર ધમાલ મચાલી રહ્યું છે. લોકોને પણ આ ખૂબ પસંદ છે. આ ગીતમાં ખેસારી લાલ યાદવની સાથે ખૂશ્બૂ તિવારી (Khusboo Tiwari)  એ પોતાનો અવાજ આપ્યો છે.

ખેસારી લાલ યાદવનું આ ભોજપુરી ગીત 27 નવેમ્બરના રોજ રિલીઝ થયું છે. આ ગીતને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. જો કે ફક્ત ગીત રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેના પોસ્ટર જોઈને જોવામાં આવ્યું છે કે, તેનું વીડિયો સૉન્ગ ભવિષ્યમાં પણ રિલીઝ થઈ શકે છે.


ખેસારી લાલ યાદવે આ ગીતમાં લૉર્ડજીએ સંગીત આપ્યું છે. સોનુ કુમાર પાંડેએ આ ગીત બનાવ્યું છે. ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ થોડા દિવસો પહેલા બિગ બૉસ 13 ના ઘરની બહાર નીકળ્યો હતો. બિગ બૉસ 13 ની બહાર નીકળતાંની સાથે જ તેણે આ ગીત રજૂ કરીને પોતાના ચાહકોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
First published: November 30, 2019, 9:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading