સપના ચૌધરીનો તે વીડિયો લીક, જેમાં ભીંડ બેકાબૂ થતા થયુ હતું એકનું મોત

News18 Gujarati
Updated: November 19, 2018, 12:53 PM IST
સપના ચૌધરીનો તે વીડિયો લીક, જેમાં ભીંડ બેકાબૂ થતા થયુ હતું એકનું મોત
પ્રતિકાત્મક તસવીર

બેકાબૂ ભીડ પર કાબૂ મેળવવા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

  • Share this:
બિહાર: પોતાનાં જાનદાર ડાન્સ માટે જાણીતી સપા ચૌધરી હાલમાં એક પ્રોગ્રામ માટે બિહારનાં બેગૂસરાયમાં ગઇ હતી. ત્યાં સ્ટેજ પરફોર્મન્સ આપતાં સમયે ભીડ બેકાબૂ બની ગઇ હતી અને અચાનક જ ત્યાં ભાગદોડ થઇ ગઇ હતી. ભીડ બેકાબૂ થતા એક વ્યક્તિનું મોત પણ થયુ હતું.

આપને જણાવી દઇએ કે ભીડને કાબૂમાં કરવા માટે બાદમાં પોલીસે લાઠી ચાર્જ પણ કરવો પડ્યો હતો. આ કાર્યક્રમનો એક વીડિયો હાલમાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં સપના ચૌધરી હરિયાણવી ગીત 'ગોલી ચલ જાવેગી' પર પરફોર્મ કરતી નજર આવી હતી. સપનાનાં લૂકની વાત કરીએ તો તે તેનાં ચિરપરિચિત અંદાજમાં એટલે કે સલવાર કમીઝમાં નજર આવી હતી. સપનાએ બદામી રંગનો કુર્તો અને પિંક કલરની સલવાર પહેરી હતી.

આ કાર્યક્રમનો વીડિયો સપનાનાં ફેન ક્લબ પર શેર કરવામાં આવ્યો હતો બાદમાં તે વાઇરલ થઇ રહ્યો છે. અને તેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઇ ચુક્યા છે.
First published: November 19, 2018, 12:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading