એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: રાખી સાવંત હાલમાં આમ તો તેનાં લગ્ન અને તેની લગ્નની તસવીરોને લઇને ચર્ચામાં છે. જેમાં તેનો પતિ નજર આવતો નથી. રાખી તેનાં હનીમૂન પર જઇ આવી. જેમાં પણ તેનાં પતિની તસવીર ક્યાંય નજર આવતી નથી. રાખીએ કહ્યું કે, તેનાં પતિને કેમેરા કે મીડિયા પસંદ નથી. તેથી તે કોઇની સામે આવવા માંગતો નથી. આ બધાની વચ્ચે રાખી સાવંતનો એક વીડિયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાખી સાવંતની સાથે ભોજપુરી સ્ટાર પવન સિંહ છે અને તે તેની સાથે અજીબ હરકત કરે છે અને રાખી પવન સિંહને રોકતી નજર આવે છે.
આપને જણાવી દઇએ કે, આ આખી ઘટના ભોજપુરી ફિલ્મનાં શૂટિંગ દરમિયાનની છે. રાખી સાવંતે ભોજપુરી ફિલ્મ 'સબસે બડા ચેમ્પિયન'માં એક ધમાકેદાર આઇટમ નંબર સોન્ગ આપ્યું હતું. ભોજપુરી આઇટમ સોન્ગ 'લગા નવરતન તેલ'નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયો આમ તો ખુબજ જુનો છે. આ વીડિયો ખુદ રાખી સાવંતે વર્ષ 2018માં તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં રાખી આઇટમ ડાન્સ કરી રહી છે.
આ સોન્ગમાં સ્ટેપ કરતાં કરતાં રાખી અને પવને નજીક આવવું નહતું. ત્યારે પવન ભૂલથી રાખાને કિસ કરવાનો પ્રયાસ કરે છે. રાખી તુરંત જ પવનને રોકે છે અને સોન્ગ વચ્ચે જ બંધ થઇ ગયું. હાલમાં આ બધુ રાખીએબધુ મજાક તરીકે લીધુ પણ પવનની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિાય પર વાયરલ થઇ ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર