ન પવન સિંહ, ન ખેસારી...છતાં સુપરહિટ થઈ ગયું આ ભોજપુરી ગીત

રિતેશ પાંડે.

તાજેતરમાં રિતેશ પાંડેનું એક ગીત 'પિયવા સે પહિલે' સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે.

 • Share this:
  મુંબઈ : ભોજપુરી (Bhojpuri) સિનેમામાં આજકાલ અભિનેતા અને ગાયક ખેસારી લાલ યાદવ (Khesari Lal Yadav), પવન સિંહ (Pawan Singh) અને નિરહુઆ (Nirahua)નો ડંકો વાગે છે. આ લોકોનું કોઈ પણ ગીત ઇન્ટરનેટ પર આવતાની સાથે જ સુપહિટ થઈ જાય છે. જોકે, આજકાલ પવન સિંહ અને નિરહુઆ સિવાય ભોજપુરી સિનેમાના એક અન્ય ગાયક અને અભિનેતાએ પોતાની ગાયકી અને અભિયને કારણે ચર્ચામાં છે. આ બીજું કોઈ નહીં પરંતુ ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર રિતેશ પાંડે (Ritesh Pandey) છે. રિતેશ પાંડેએ ખૂબ ઓછા સમયમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે.

  ભોજપુર પ્રશંસકોને પસંદ પડી રહેલા વીડિયોમાં આજકાલ રિતેશ પાંડે 'ચિંટૂ'ના અનેક વીડિયો યૂટ્યૂબ પર ખૂજ જોવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રિતેશ પાંડેનું એક ગીત 'પિયવા સે પહિલે' સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે. યૂટ્યૂબ પર આ વીડિયોને અત્યાર સુધી 191,851,994 એટલે કે 19 કરોડથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે. તમે પણ સાંભળો રીતેશ પાંડેનું સુપરહીટ ગીત-  આ ગીતમાં ખૂદ રિતેશ પાંડેએ અવાજ આપ્યો છે. આ ગીતના લિરિક્સ અરુણ બિહારીએ લખ્યા છે. ગીતના મ્યૂઝિક ડિરેક્ટર આશિષ વર્મા છે. આ ગીતને ફટાફટ મળેલા વ્યૂઝથી એક વાત સ્પષ્ટ છે કે રિતેશના પ્રશંસકો તેના માટે કેટલા ઘેલા છે. રિતેશ ધીમે ધીમે ભોજપુરી સિનેમામાં પોતાની અલગ જગ્યા બનાવી રહ્યો છે. તેની ફિલ્મ અને મ્યૂઝિક વીડિયો ધીમે ધીમે લોકને પસંદ પડી રહી છે.

  ભોજપુરી સિનેમાની વાત કરવામાં આવે તો પવન સિંહ અને ખેસારી લાલ યાદવ જેવા સુપર સ્ટાર્સનો ચાહક વર્ગ ખૂબ ધારે છે. આ બંને અભિનેતા બોલિવૂડને પણ ટક્કર આપી રહ્યા છે. ત્યાં સુધી કે ભોજપુરી ફિલ્મોનું શૂટિંગ હવે વિદેશમાં પણ થઈ રહ્યું છે. બોક્સ ઓફિસ પણ ભોજપુરી ફિલ્મોની કમાણી પણ વધી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: