Home /News /entertainment /

ભોજપુરી એક્ટરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા ગીત બનાવી શંકર ભગવાનને પ્રાર્થના કરી

ભોજપુરી એક્ટરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા ગીત બનાવી શંકર ભગવાનને પ્રાર્થના કરી

રાજ રણજીત જોધપુરી એક્ટર-ગાયક છે અને તે આલિયા ભટ્ટ સાથે પરણવા માંગે છે.

આલિયા ભટ્ટના ચાહક અને ભોજપુરી કલાકાર રાજ રણજીતે પોતાનો પ્રેમ દર્શાવા ગીત બનાવ્યું

    ન્યૂઝ 18 ગુજરાતી : બોલિવૂડની સુદર એકટ્રેસ આલિયા ભટ્ટ ભલે રણબીર કપૂરના પ્રેમમાં હોય પરંતુ આલિયાના ચાહકોની કમી નથી. ભોજપુરી એકટર રાજ રણજીતે આલિયાના પ્રેમમાં પાગલ થઈ એક સોંગ બનાવી નાખ્યું છે. રણજીતે આ સોંગમાં ભગવાન શિવને પ્રાર્થના કરી છે. સોંગનુ ટાઇટલ ' કરા દી હમારા વિયાહ આલિયા ભટ્ટ સે' રખાયું છે. રાજ રણજીતે આ ગીતને યૂ-ટ્યૂબ પર અપલોડ કર્યુ છે

    ઉલ્લેખનીય છે કે રાજ રણજીતે તાજેતરમાંજ ચાર ગીતો તૈયાર કરી નાંખ્યા છે. જોકે, ગાયન ક્ષેત્રે કાઠું કાઢી રહેલો રણજીત ખરેખર આલિયાના પ્રેમમાં છે કે પછી પબ્લિસિટી માટે આલિયાના નામનો ઉપયોગ કરી ગીત બનાવ્યું તે જાણી શકાયું નથી પરંતુ આ ભોજપુરી ગીતને લોકો પસંગ કરી રહ્યાં છે.

    હાલમાં ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે આ ગીત લોકપ્રિય થઈ રહ્યું છે. રાજ રણજીતના ગીતમાં ભગવના શિવને પ્રાર્થના કરી હોવાથી શ્રાવણ મહિનામાં આ ગીત લોકપ્રિય થઈ રહ્યું છે. રાજ રણજીતે અનેક ભોજપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે. હવે તેમની ઇચ્છા છે કે તેઓ એક્ટર સાથે ગાયક તરીકે પણ પોતાની કારકીર્દી ઘડે.



    ભોજપુરી એક્ટરોને ઓડિયન્સ ગાયક અને એક્ટર તરીકે જ વધારે પસંદ કરે છે. ભાજપના દિલ્હીના અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી પણ જાણીતા ભોજપુરી ગાયક- એક્ટર છે, આ સ્થિતીમાં ભોજપુરી ફિલ્મોના હિરો ગાયક બનવાનું પણ પસંદ કરાતા હોય છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Alia Bhatt, BHOJPURI, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन