લગ્નમાં દગો મળતા આ અભિનેત્રીએ રડતાં રડતાં PM મોદીને મદદની કરી અપીલ

News18 Gujarati
Updated: October 13, 2019, 5:42 PM IST
લગ્નમાં દગો મળતા આ અભિનેત્રીએ રડતાં રડતાં PM મોદીને મદદની કરી અપીલ
નેહા બંસલની લગ્ન અને વીડિયોની તસવીર

'મારો પતિ કહે છે કે તે અમેરિકન નાગરીક છે. તારા ભારતના કાયદો મોરું કંઇ જ નહીં કરી શકે, હું તને સાથે નહીં રાખું, હું તને ક્યાંય નહીં લઇ જઉં.'

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ભોજપુરી (Bhojpuri) ફિલ્મ અભિનેત્રી (Actress)નેહા બંસલનો (Neha Bansal) એક વીડિયો (Video)તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media)ઉપર ભારે (Viral) વાયરલ થયો છે. વીડિયોમાં નેહા બંસલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે (PM Narendra Modi) મદદ માંગી રહી છે. વીડિયોમાં રડી રડીને નેહા બંસલના હાલ બેહાલ થયા છે. નેહાનો આરોપ છે કે તેના પતિએ તેને છોડી દીધી છે. તેના પતિએ તેને મારી પણ છે. નેહાએ જણાવ્યું કે તેના પતિને અમેરિકાની નાગરિક્તા પ્રાપ્ત છે.

નેહાનું કહેવું છે કે તેના માતા-પિતા નથી. એટલા માટે લગ્ન માટે તેણે બધું જ વેચી દીધું હતું. નેહાએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ ક્યારે તેના ઘરે લઇ ગયો નથી. તેનો પતિ સતત છ મહિના સુધી તેની સાથે રમત રમતો રહ્યો હતો. હવે તે કહે છે કે તે અમેરિકન નાગરીક છે. તેઓ કહે છે કે તેને વડાપ્રધાન મોદી અને ભારતના કાયદાનો કોઇ ડર નથી.

આ પણ વાંચોઃ-નાઇટ વેરમાં બેડ ઉપર પોઝ આપતી નજર આવી દિશા પટણી, photo Viral

નેહાએ વીડિયો દ્વારા રડતા રડતા કહ્યું હતું કે 'કોઇ મારી મદદ કરો, ત્રણ દિવસથી કંઇ જ ખાધા પીધા વગર પોલીસના ચક્કર કાપી રહી છું. મોદીજી પ્લીઝ મારી મદદ કરો. મારો પતિ અમેરિકન (American) નાગરિક છે. તેણે છ મહિના પહેલા મારી સાથે લગ્ન કર્યા હતા. મારા માતા પિતા નથી એટલે મેં બધું જ વેચી લગ્નનો ખર્ચો કર્યો હતો. પરંતુ મારા પતિએ છ મહિના થયા હોવા છતાં પણ મારી જવાબદારી ઉઠાવી નથી. આજે તે મારા ઘરે તોડફોડ કરીને ભાગી ગયો છે.'

આ પણ વાંચોઃ-Bigg Boss 13: સલમાન ખાનના ઘર બહાર કરણી સેનાનું વિરોધ પ્રદર્શન

ભારતનો કાયદો મારું કંઇ જ નહીં કરી શકેનેહાએ કહ્યું કે ' મારો પતિ કહે છે કે તે અમેરિકન નાગરીક છે. તારા ભારતના કાયદો મોરું કંઇ જ નહીં કરી શકે, હું તને સાથે નહીં રાખું, હું તને ક્યાંય નહીં લઇ જઉં.' નેહાએ પૂછ્યું કે 'શું મારી ભૂલ એટલી જ છે કે તે ભારતમાં જન્મી છે? શું હિન્દુસ્તાન અમેરિકાથી ડરે છે? શું હિન્દુસ્તાનનો કાયદાનું કોઇ મૂલ્ય નથી.?'

આ પણ વાંચોઃ-ખેડાઃ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત, રુફ ફાડીને લાશો બહાર કઢાઇ

મોદીજી મેરા પતિને ભાગવાથી રોકો
નેહાએ કહ્યું કે 'તેના પતિની મા, બહેન અને જીજાજી તેની સાથે મળવા નથી દેતી, તે અમેરિકા ભાગી રહ્યો છે. જો તે ભાગી ગયો તો મારી પાસે મરવા સિવાય કોઇ રસ્તો નહીં બચે. ચાર દિવસ બાદ મારું પહેલું કરવા ચોથનું વ્રત છે. હજી તો મારા લગ્નની બંગડીઓ પણ ઉતરી નથી. એટલા માટે હું મોદીજીને અપીલ કરું છું કે મારા પતિને ભાગવાથી રોકો પ્લી મોદીજી'
First published: October 13, 2019, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading