પવનસિંહ અને મોનાલિસાનો રોમાન્ય વાયરલ, 5 કરોડથી વધારે લોકોએ જોયું ગીત

પવનસિંહ, મોનાલિસા.

હાલ પવનસિંહની ભોજપુરી ફિલ્મ 'પવન રાજા'નું એક રોમેન્ટિક ગીત લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે.

 • Share this:
  નવી દિલ્હી : ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી (Bhojpuri Movie Industry)ના સુપરસ્ટાર પવનસિંહ (Pawan Singh)ના ગીતને ખૂબ પસંદ કરવામાં આવે છે. રિલીઝ થતા જ તેમના ગીત યૂટ્યૂબ પર ધૂમ મચાવે છે. હાલ પવનસિંહની ભોજપુરી ફિલ્મ 'પવન રાજા'નું એક રોમેન્ટિક ગીત લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે.

  આ ગીતના શબ્દો 'દિયા ગુલ કર...' છે. આ ગીત ભોજપુરી સિનેમાના કિંગ કહેવાતા પવનસિંહ અને ભોજપુરી ગાયિકા ઇન્દુ સોનાલીએ ગાયું છે. આ ગીતના લિરિક્સ મનોજ મતલબીના છે, જ્યારે સંગિત અવનીશ ઝાએ આપ્યું છે.

  આ ગીતમાં સુપરસ્ટાર પવનસિંહ અને મોનાલિસાએ ભરપૂર ડાન્સ અને રોમાન્સ કર્યો છે. જોકે, વચ્ચે એક બે વખત ગીતમાં અભિનેત્રી અક્ષરાસિંહ પણ નજરે પડી રહી છે. આ ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ રોમેન્ટિક ગીતના યુટ્યૂબ પર પાંચ કરોડથી વધારે જોવામાં આવી ચુક્યું છે.

  આ ગીત ભોજપુરી ફિલ્મ પવન રાજાનું છે. આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મની કહાની ખૂદ પવનસિંહના સંઘર્ષ આધારિત છે. આ ફિલ્મમાં પવનસિંહ અને મોનાલિસા ઉપરાંત અક્ષરાસિંહ, આમ્રપાલી દુબે સહિત અન્ય ચર્ચિત ચહેરા પણ છે.

  Published by:Vinod Zankhaliya
  First published: