Home /News /entertainment /Trisha Madhu: ભોજપુરી એક્ટ્રેસનાં અંગત વીડિયો થયા લિક, બોલી- તમારી બહેનની સાથે આવું થાય તો?
Trisha Madhu: ભોજપુરી એક્ટ્રેસનાં અંગત વીડિયો થયા લિક, બોલી- તમારી બહેનની સાથે આવું થાય તો?
ભોજપુરી એક્ટ્રેસ, ત્રિશા કર
ત્રિશા મધુનાં (Trisha Kar Madhu Viral Video) જે વીડિયો વાયરલ થઇ રહ્યાં છે .તેમાં તે એક યુવકની સાથે નજર આવે છે. તો યૂટ્યૂબ પર ત્રિશા સાથે કેટલાંક લોકો કથિત વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યો છે. આ ઓડિયોમાં ત્રિને 'કોઇ યુવતી આવું કેમ કરશે. કેમ તેની બદનામી કરાવશે, મને નથી ખબર કોમે આવું કર્યું છે.' આવું બોલતા સાંભળી શકાય છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભોજપુરી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ ત્રિશાકર મધુનાં (Trisha Madhu) કેટલાંક અંગત વીડિયો (Private Video Leak) અને ઓડિયો સોશિયલ મીડિયા પર લીક થઇ ગયા છે જે હવે તેજીથી વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં ત્રિશા કોઇ યુવકની સાથે નજર આવે છે તો કેટલાંક ઓડિયો પણ છે. જે ત્રિશાનાં જ જણાવવામાં આવી રહ્યાં છે. જેમાં કેટલીક અશ્લીલ વાતો કરવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવ્યાં બાદ ત્રિશાએ હવે પ્રતિક્રિયા આપી છે.
ત્રિશા મધુનાં (Trisha Kar Madhu Viral Video) જે વીડિયો વાયરલ થઇ રહ્યાં છે .તેમાં તે એક યુવકની સાથે નજર આવે છે. તો યૂટ્યૂબ પર ત્રિશા સાથે કેટલાંક લોકો કથિત વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યો છે. આ ઓડિયોમાં ત્રિને 'કોઇ યુવતી આવું કેમ કરશે. કેમ તેની બદનામી કરાવશે, મને નથી ખબર કોમે આવું કર્યું છે.' આવું બોલતા સાંભળી શકાય છે. આ વીડિયો કોણે લિક કર્યો છે હાલમાં તે અંગે માહિતી સામે આવી નથી.
વીડિયો વાયરલ થયા બાદ ત્રિશાકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે જે તેણે તેનાં ફેસબૂક પેજ પર શેર કરી છે. તેની પોસ્ટમાં તેણે લખ્યું છે, હૈદ ખુદા બધુ જોવે છે. મને ગાળો ભાંડવા માટે મારા પ્રાઇવેટ વીડિયો વાયરલ કરવાંમાં આવ્યાં. આપની બહેનની સાથે કોઇ લગ્ન કરી લે અને પછી બીજા દિવસે સુહાગરાતનાં વીડિયો વાયરલ કરી દે તો, સારુ લાગશે ને?
ઘણાં હિટ ગીતો આપી ચુકી છે ત્રિશા- ત્રિશાકર મધુ ભોજપુરીમાં ઘણાં મોટા મોટા સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. એ દુલ્હા મહારાજ અને છોટ આટે લહંગી ચોલી જેવાં ગીતો તેનાં ખબજ વાયરલ થયાં છે. તે નિયમિત તેનાં ફેન્સની સાથે વાતો કરે છે. આપને જણાવી દઇએ કે, આ પહેલો કિસ્સો નથી આ પહેલાં પણ ઘણાં બોલિવૂડ હિરોઇનોનાં પ્રાઇવેટ વીડિયો લિક થઇ ચૂક્યાં છે. જેમાં સાઉથ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ હંસિકા મોટવાની, રાધિકા આપ્ટે અને અન્ય ઘણી હસીનાઓ શામેલ છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર