અક્ષય કુમારના ગીત પર ભોજપુરી ક્વીન પ્રાચી સિંઘનો બોલ્ડ ડાન્સ વાયરલ, જુઓ Video

અક્ષય કુમારના ગીત પર ભોજપુરી ક્વીન પ્રાચી સિંઘનો બોલ્ડ ડાન્સ વાયરલ, જુઓ Video
પ્રાચી સિંહ બોલ્ડ ડાન્સ વીડિયો વાયરલ

પ્રાચી સિંહ ફરી એકવાર સમાચારોમાં છે. તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તાજેતરમાં પ્રાચીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે

 • Share this:
  ભોજપુરી સિનેમા (Bhojpuri Cinema)ની સુંદર અને હોટ અભિનેત્રી પ્રાચી સિંહ (Prachi Singh) તેની બોલ્ડ એક્ટિંગ્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તેના ચાહકો તેની સેક્સી અદાઓ અને કાતિલ પર્ફોમન્સના દિવાના થઈ ગયા છે. તે હંમેશાં તેના વીડિયો ઇન્સ્ટાગ્રામ (Prachi Singh Instagram) પર પોસ્ટ કરે છે. આમ તો તેના સોશ્યલ મીડિયા પર હજુ ઘણા ફોલોઅર્સ નથી, તેમ છતાં, તેના વીડિયો લોકોમાં ચર્ચા પર રહે છે.

  પ્રાચી સિંહ ફરી એકવાર સમાચારોમાં છે. તેનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તાજેતરમાં પ્રાચીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે અક્ષય કુમાર અને જીયા ખાનના 'I Don't Know What To Do' ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં પ્રાચીએ સફેદ રંગની ઓફ-શોલ્ડર શર્ટ પહેરેલી છે અને વાદળી રંગનો શોર્ટ્સ પહેરેલો છે. આ ડ્રેસમાં, તેના ડાન્સ મૂવ્સ ખૂબ જ આકર્ષક લાગે છે. પ્રાચીનો લુક ચાહકોના ધબકારા રોકી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 'I Don't Know What To Do' 'હાઉસફુલ -1' ફિલ્મનું ગીત છે. આ ફિલ્મમાં અક્ષય અને જીયા સિવાય દીપિકા પાદુકોણ, રિતેશ દેશમુખ, લારા દત્તા અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં હતા.

  પ્રાચીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, તે ટૂંક સમયમાં ફિલ્મ 'મેરે પ્યાર સે મિલા દે'માં અભિનેતા કિશન રાયની સાથે જોવા મળશે. ચંદન સિંહ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. 'મેરે પ્યાર સે મિલા દે'માં અનુપ અરોરા, સંચિતા બેનર્જી અને આશી તિવારી સહાયક ભૂમિકામાં છે. હાલમાં આ ફિલ્મની રિલીઝ ડેટ સંબંધિત કોઈ માહિતી બહાર આવી નથી. આ ઉપરાંત પ્રાચી 'પંચ મેહરીયા' નામની ફેમિલી ડ્રામા ફિલ્મમાં પણ કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા પંડિત, નિશા દુબે, કનક પાંડે જેવા કલાકારો કામ કરી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published:April 06, 2021, 21:18 pm

  ટૉપ ન્યૂઝ