નમ્રતા મલ્લા (Namrata Malla) ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ભોજપુરી ઉપરાંત બૉલીવુડ અને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે અવારનવાર સમાચારોમાં જોવા મળે છે. નમ્રતા ફિલ્મ જગત ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરો કે વિડિયોઝ (Namrata Malla Video) શેર કરતી રહે છે.
ત્યારે હાલમાં જ નમ્રતાએ ફરી એકવાર પોતાનો નવો વિડીયો (Namrata Malla new Video) શેર કર્યો છે, જેને જોઇને ફેન્સ નમ્રતાના ભરપૂર વખાણ કરી રહ્યા છે. નમ્રતા મલ્લાના આ વિડીયોએ સોશિયલ મીડિયામાં હલચલ મચાવી છે. ચાહકોને આ વિડીયો ખૂબ જ ગમ્યો છે.
વિડીયોમાં નમ્રતાનો ગ્લેમરસ લુક અને કિલર ડાન્સ મૂવ્સ
હાલમાં જ શેર કરવામાં આવેલા આ વિડીયોમાં નમ્રતા ફેમસ સોન્ગ 'જીગર મા બડી આગ હૈ' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વિડીયોમાં નમ્રતા મલ્લાનો બ્લૂ પ્રિન્ટેડ બિકિની અને સ્કર્ટ પહેરેલો લૂક જોવા લાયક છે. નમ્રતાના ગ્લેમરસ લુક અને તેના કિલર ડાન્સ મૂવ્સના કારણે ચાહકો મંત્રમુગ્ધ થઈ ગયા છે.
આ વિડીયો જોયા બાદ નમ્રતાના એક ચાહકે કમેન્ટ કરીને લખ્યું છે કે, 'બિપાશા કરતા પણ વધારે સુંદર ડાન્સ કર્યો છે', જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, 'તારા લુક અને ડાન્સ મૂવ્સે આ ઠંડાગાર શિયાળામાં પણ આગ લગાવી દીધી છે.' નમ્રતાના આ વિડીયો પર ઘણા યૂઝર્સ ફાયર ઇમોજીસ વરસાવતા પણ જોવા મળ્યા છે.
ડાન્સ નંબર્સથી બનાવી ઓળખ
નમ્રતા મલ્લાએ ભોજપુરી સિનેમા ઉપરાંત સાઉથ અને બોલીવૂડની ફિલ્મોમાં પણ પોતાની કાબેલિયત બતાવી છે. અભિનેત્રી છેલ્લા 15 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં ડાન્સ નંબર્સ કરી રહી છે. ભોજપુરી સ્ટાર કલાકાર ખેસારી લાલ યાદવના ગીત 'દો ઘૂંટ'થી નમ્રતાએ ખાસ ઓળખ બનાવી હતી. આ ગીત બાદ અભિનેત્રીને ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં એકથી એક ચડિયાતા આઇટમ નંબર કરવાની તક મળી હતી અને આજે તેને કોઇ ઓળખની જરૂર નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર