Home /News /entertainment /પહેલી મુલાકાતમાં જ દિલ દઇ બેઠી, 10 વર્ષ સુધી કર્યા પ્રેમના પારખાં ! એકદમ ફિલ્મી છે મોનાલિસા-વિક્રાંતની લવ સ્ટોરી
પહેલી મુલાકાતમાં જ દિલ દઇ બેઠી, 10 વર્ષ સુધી કર્યા પ્રેમના પારખાં ! એકદમ ફિલ્મી છે મોનાલિસા-વિક્રાંતની લવ સ્ટોરી
મોનાલિસા અને વિક્રાંત સિંહ રાજપૂતે બિગ બોસમાં લગ્ન કર્યા હતા
મોનાલિસા વિક્રાંતની લવ સ્ટોરી બિગ બોસમાં નહીં પરંતુ, તેના 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007માં જ શરૂ થઈ હતી. મોનાલિસા અને વિક્રાંતે ઘણી ફિલ્મો અને ગીતોમાં સાથે કામ કર્યું છે. પરંતુ ફિલ્મ દુલ્હા અલબેલા દરમિયાન બંનેને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. આ કપલ 10 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહ્યું હતું.
Monalisa And Vikrant Love Story: નેશનલ ટેલિવિઝન પર વર્ષ 2017માં મોનાલિસા અને વિક્રાંત સિંહ રાજપૂતના લગ્ન ચર્ચામાં રહ્યાં હતા. હજુ પણ આ કપલ તેમની શાનદાર કેમિસ્ટ્રીના કારણે ચર્ચામાં રહે છે. વર્ષ 2017 માં લગ્ન કર્યા બાદ હાલના દિવસોમાં મોનાલિસા અને વિક્રાંત સિંહ રાજપૂત બેબી પ્લાનિંગ કરી રહ્યા છે.
વર્ષો પહેલા શરૂ થઈ હતી લવ સ્ટોરી
શું તમે જાણો છો કે મોનાલિસા વિક્રાંતની લવ સ્ટોરી બિગ બોસમાં નહીં પરંતુ, તેના 10 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2007માં જ શરૂ થઈ હતી. મોનાલિસા અને વિક્રાંતે ઘણી ફિલ્મો અને ગીતોમાં સાથે કામ કર્યું છે. પરંતુ ફિલ્મ દુલ્હા અલબેલા દરમિયાન બંનેને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. આ કપલ 10 વર્ષ સુધી લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહ્યું હતું. મોનાલિસા અને વિક્રાંત હંમેશા એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળતા હતા. ફિલ્મના સેટ પરના લોકો પણ આ બંનેની કેમેસ્ટ્રી જોઈને ઈર્ષ્યા કરતા હતા.
મોનાલિસા અને વિક્રાંત સિંહ રાજપૂતે બિગ બોસમાં લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં ભોજપુરી જગતના તમામ સ્ટાર્સ હાજર રહ્યા હતા, જેમાંથી એક આમ્રપાલી દુબે હતી. તેમના લગ્નને છ વર્ષ વીતી ગયા છે અને તે બંને તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રી સાથે ઇન્સ્ટાગ્રામ પર કપલ ગોલ સેટ કરતા જોવા મળે છે. મોનાલિસા અને વિક્રાંતની સુપરહિટ જોડી બિગ બોસ સિવાય સ્માર્ટ જોડીમાં પણ જોવા મળી છે.
વિક્રાંત વગર રહી શકતી ન હતી મોનાલિસા
ફિલ્મ 'દુલ્હા અલબેલા' પૂરી થયા બાદ વિક્રાંત અને મોનાલિસા ખૂબ જ નિરાશ હતા. કારણ કે તે હવે દૂરી સહન કરી શકતા ન હતા. મોનાલિસાએ કહ્યું હતું કે 'દુલ્હા અલબેલા'ના શૂટિંગ પછી તેને બીજી ફિલ્મનું શૂટિંગ કરવાનું હતું અને તે બહાર ગઈ હતી. આ દરમિયાન તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે વિક્રાંત વગર રહી શકતી ન હતી. શૂટિંગ પૂરું થયા પછી તે તરત જ ફોન કરતી અને બાકીનો સમય વિક્રાંત સાથે ફોન પર વિતાવતી હતી. તે વિક્રાંતને ખૂબ જ મિસ કરવા લાગી હતી. ધીમે ધીમે તે વિક્રાંતની નજીક આવી અને બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
મોનાલિસા અને તેની લવ સ્ટોરી કહેતી વખતે, વિક્રાંતે એકવાર કહ્યું હતું કે ફિલ્મના સેટ પર કેટલાક લોકો તેની અને મોનાલિસાની નજીક આવવાથી ખૂબ જ ઈર્ષ્યા કરતા. પછી તે જાણી જોઈને તેમને હેરાન કરવા મોનાલિસાની આસપાસ ફરતો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર