Home /News /entertainment /પવન કલ્યાણ અને રાણા દગ્ગુબતી સ્ટારર ફિલ્મ ભીમલા નાયક હિન્દી ડબ રિલીઝ માટે તૈયાર
પવન કલ્યાણ અને રાણા દગ્ગુબતી સ્ટારર ફિલ્મ ભીમલા નાયક હિન્દી ડબ રિલીઝ માટે તૈયાર
ભીમલા નાયક હિન્દીમાં ડબ માટે તૈયાર
પવન કલ્યાણ (Pawan Kalyan) અને રાણા દગ્ગુબતી (Rana Daggubati) સ્ટારર ફિલ્મ ભીમલા નાયક (Bheemla Nayak) ના મેકર્સ આ ફિલ્મની હિન્દી રિલીઝ માટે ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યાં, જુઓ ક્યારે થઈ શકે છે રિલીઝ
પવન કલ્યાણ (Pawan Kalyan) અને રાણા દગ્ગુબતી (Rana Daggubati) સ્ટારર ફિલ્મ ભીમલા નાયક (Bheemla Nayak) ના મેકર્સ આ ફિલ્મની હિન્દી રિલીઝ માટે ગ્રાઉન્ડ વર્ક કરી રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. હાલ મળતા અહેવાલો અનુસાર સાગર કે. ચંદ્ર (Saagar K Chandra) દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી એક્શન થ્રિલર 25 ફેબ્રુઆરી અથવા 1 એપ્રિલે ગ્લોબલી રિલીઝ કરવામાં આવશે.
રિપોર્ટ્સ અનુસાર B4U મોશન પિક્ચર્સે (B4U Motion Pictures) ભીમલા નાયકના હિન્દી ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ મોટી રકમમાં ખરીદી લીધા છે.
ભીમલા નાયકના નિર્માતા સૂર્યદેવરા નાગા વંશીએ ફિલ્મની હિન્દી રિલીઝ અંગે કન્ફર્મેશન આપ્યું છે. ભીમલા નાયક સંક્રાંતિ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ-19 મા પગલે ફિલ્મની રીલિઝ ડેટ મુલતવી રાખવી પડી હતી. જોકે ફિલ્મની નવી રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.
ફિલ્મની પ્રોડક્શન ટીમ તેમના પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહી અને કોન્ફિડેન્ટ છે. ત્રિવિક્રમ શ્રીનિવાસની સ્ક્રિનરાઈટિંગ અને ડાયલોગ્સ ફિલ્મના મહત્વના એલિમેન્ટ્સમાંના એક છે. પવન અને ત્રિવિક્રમે આ વાત દર્શાવાવ પૂરજોર પ્રયત્નો કર્યા છે કે ફિલ્મમાં ઘણી મેમોરેબલ મોમેન્ટ્સ છે. સ્ક્રિનપ્લેને વધુ આકર્ષક અને કોમ્પેક્ટ બનાવવા માટે ફિલ્મનો રન ટાઈમ મૂળ રનટાઈનથી ઘણો જ ઓછો કરી દેવામાં આવ્યો છે.
ફિલ્મની પ્રી-રીલીઝ એક્સાઈટમેન્ટે પવન કલ્યાણની ફ્લિક માટે એક મોટું બજાર ઊભું કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર ભીમલા નાયક માટે નિઝામ વિસ્તાર (તેલંગાણા) ના થિયેટર રાઈટ્સ હાલમાં રૂ. 40 કરોડમાં ઓફર કરવામાં આવી રહ્યા છે. નિર્માતા દિલ રાજુ તેલંગાણા સંબંધિત ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. કારણ કે ફિલ્મ મલ્ટી-સ્ટારર છે અને ફિલ્મમાં પવન અને રાણા જેવા કલાકારો પણ સામેલ છે તો સ્પષ્ટ છે કે લોકો પહેલેથી જ એક મેગા રિલીઝ માટે તૈયાર છે.
ફિલ્મમાં એસએસ થમનનું મ્યૂઝિક ફિલ્મનો એક પ્લસ પોઈન્ટ છે. જણાવી દઈએ કે ફિલ્મ ભીમલા નાયક બીજુ મેનન અને પૃથ્વીરાજની અયપ્પનમ કોશિયુમનું ઓફિશિયલ એડેપ્ટેશન છે. ભીમલા નાયકમાં નિત્યા મેનન, સંયુક્તા મેનન અને અન્ય સ્ટાર્સ પણ નિર્ણાયક ભૂમિકામાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર