Home /News /entertainment /

ફેન્સની આતુરતાનો અંત! OTT પર આવી રહી છે ભીમલા નાયક, આ સીરિઝ પણ મચાવશે ધૂમ

ફેન્સની આતુરતાનો અંત! OTT પર આવી રહી છે ભીમલા નાયક, આ સીરિઝ પણ મચાવશે ધૂમ

ભીમલા નાયક ઓટીટી પ્લેટફોર્મ

Bheemla Nayak OTT : પવન કલ્યાણ (Pavan Kalyan) અને રાણા દગ્ગુબતી (Rana Daggubati)ની ફિલ્મ ભીમલા નાયક (Bheemla Nayak) ઓટીટી (OTT Release) પર આવી રહી છે. સ્ટારસ્ટ્રક એ રોઝ માટાફેઓ દ્વારા બનાવવામાં આવેલ કોમેડી સિરીઝ છે, જેના કો-રાઇટર એલિસ સ્નેડન છે, કેરેન મેઈન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે,

વધુ જુઓ ...
  દક્ષિણની ફિલ્મો (South Indian Films) ભારતીય સિનેમાનો એક મોટો ભાગ બની ગઈ છે. તેલુગુ સિનેમા (Telugu cinema)ના બે સૌથી મોટા સ્ટાર્સ - પવન કલ્યાણ (Pavan Kalyan) અને રાણા દગ્ગુબતી (Rana Daggubati) આજે તેમની મચ અવેઇટેડ ફિલ્મ ભીમલા નાયક (Bheemla Nayak) સાથે ઓટીટી (OTT Release) પર આવી રહ્યા છે. બીજું મોસ્ટ અવેઇટેડ, બ્રિજરટનની બીજી સીઝન (second season of Bridgerton) પણ નેટફ્લિક્સ પર આવી રહી છે.

  ભીમલા નાયક (ડીઝની+હોટસ્ટાર અને અહા)

  દિગ્દર્શક સાગર કે ચંદ્રાની એક્શન ડ્રામા ભીમલા નાયક, પવન કલ્યાણ અને રાણા દગ્ગુબાતી અભિનીત, તેનું સ્ટ્રીમિંગ પ્રીમિયર 25 માર્ચે થશે. આ ફિલ્મ 2022માં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રથમ બોક્સ ઓફિસ હિટ છે, જેણે દર્શકો અને ક્રિટિક્સનો એકસરખો પ્રેમ મેળવ્યો છે. ફિલ્મ ભીમલા નાયક, અહંકાર અને આત્મસન્માન વચ્ચેની લડાઈ પર આધારિત છે. જે સબ ઈન્સ્પેક્ટર ભીમલા નાયક જે પાત્ર પવન કલ્યાણ દ્વારા ભજવવામાં આવ્યું છે અને ભારતીય સેનામાં ભૂતપૂર્વ હવાલદાર તરીકેનું દાનિયલ શેકરનું પાત્ર રાણા દગ્ગુબતી દ્વારા ભજવવામાં આવે છે. આ મૂવીમાં લીડની ભૂમિકા નિત્યા મેનન અને સંયુક્તા મેનન દ્વારા કરવામાં આવી છે. સિથારા એન્ટરટેઈનમેન્ટ્સના સૂર્યદેવરા નાગા વંશી દ્વારા નિર્મિત, ફિલ્મનું સંગીત એસ. થમને આપ્યું છે, જ્યારે ત્રિવિક્રમ શ્રીનિવાસે સ્ક્રિન પ્લે અને ડાયલોગ લખ્યા છે.

  બ્રિજર્ટન સીઝન 2 (નેટફ્લિક્સ)

  Netflix પર વખાણાયેલ પીરિયડ ડ્રામા કે જેણે 25 ડિસેમ્બર, 2020ના રોજ ડેબ્યુ કર્યુ હતું, તેની રોમાંસ, ગ્રેસ અને નવા પાત્રો સાથે બીજી સીઝન સાથે પાછી આવી રહી છે. ક્રિસ વેન ડુસેન દ્વારા બનાવવામાં આવેલ, આ શો નિર્માતા શોન્ડા રાઈમ્સની પ્રથમ નેટફ્લિક્સ સ્ક્રિપ્ટ છે, જે લોકપ્રિય મેડિકલ ડ્રામા ગ્રેની એનાટોમી માટે જાણીતી છે. આ સિઝનમાં શર્મા બહેનોને ફ્રેન્ચાઇઝી સાથે રજૂ કરવામાં આવશે જેમાં એડવિના શર્મા તરીકે ચારિત્ર ચંદ્રન અને કેટ શર્મા તરીકે સિમોન એશ્લેનો સમાવેશ થાય છે. બીજી સિઝનમાં 8 એપિસોડ હશે અને દરેક 50-70 મિનિટના હશે.

  ડ્યુન (એમેઝોન પ્રાઇમ વિડિયો)

  એપિક સાયન્સ ફિક્શન ફિલ્મનું નિર્દેશન ડેનિસ વિલેન્યુવે દ્વારા કરવામાં આવ્યું છે, જેનું સ્ક્રિન પ્લે વિલેન્યુવે, જોન સ્પેહટ્સ અને એરિક રોથની દ્વારા કરવામાં આવ્યું છે. તે ફ્રેન્ક હર્બર્ટ દ્વારા 1965ની નવલકથાના બે ભાગમાંથી લેવામાં આવી છે. જેમાં પહેલા ભાગને આવરી લેવામાં આવ્યો છે. એસેમ્બલ કલાકારોમાં ટિમોથી ચેલામેટ, રેબેકા ફર્ગ્યુસન, ઓસ્કાર આઇઝેક, જોશ બ્રોલિન, સ્ટેલન સ્કારસગાર્ડ, ડેવ બૌટિસ્ટા, સ્ટીફન મેકકિન્લી હેન્ડરસન, ઝેન્ડાયા, ડેવિડ ડસ્ટમાલ્ચિયન, ચાંગ ચેન, શેરોન ડંકન-બ્રેવસ્ટર, ચાર્લોટ રેમ્પલિંગ, જાએમડવી અને જાએમનો સમાવેશ થાય છે.

  ધ ડેસ્પરેટ અવર (લાયન્સગેટ પ્લે)

  ફિલિપ નોયસ દ્વારા દિગ્દર્શિત આ થ્રિલર ફિલ્મ નાઓમી વોટ્સ મુખ્ય પાત્ર તરીકે છે. આ ફિલ્મનું શૂટિંગ કેનેડાના ઓન્ટારિયોના મનોહર સ્થળો પર કરવામાં આવ્યું છે. ડેસ્પરેટ અવર 25મી માર્ચથી લાયન્સગેટ પ્લે પરથી જોઇ શકાશે.

  આ પણ વાંચોSoorarai Pottru ની હિન્દી રિમેકમાં જોવા મળશે અક્ષય કુમાર, રાધિકા મદન સાથે કરશે રોમાન્સ!

  સ્ટારસ્ટ્રક સિઝન 1 અને 2 (લાયન્સગેટ પ્લે)

  સ્ટારસ્ટ્રક એ રોઝ માટાફેઓ દ્વારા બનાવવામાં આવેલ કોમેડી સિરીઝ છે, જેના કો-રાઇટર એલિસ સ્નેડન છે, કેરેન મેઈન દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે, અને ખાસ મહેમાન ભૂમિકામાં મિની ડ્રાઈવર સાથે માટાફેઓ અને નિકેશ પટેલ સામેલ છે.
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Rana Daggubati, South Cinema, South Cinema News

  આગામી સમાચાર