Home /News /entertainment /વિશ્વની સૌથી મોટી ઈમારત પર રિલીઝ થયું ફિલ્મ 'ભેડિયા'નું ટ્રેલર, હરખપદુડા વરુણે કરાવ્યુ નુકસાન!

વિશ્વની સૌથી મોટી ઈમારત પર રિલીઝ થયું ફિલ્મ 'ભેડિયા'નું ટ્રેલર, હરખપદુડા વરુણે કરાવ્યુ નુકસાન!

ફોટોઃ @varundvn

બોલિવૂડ સ્ટાર વરુણ ધવન અને કૃતિ સેનન આ સમયે ફિલ્મ 'ભેડિયા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ જોડી ફિલ્મના પ્રમોશન માટે દુબઈ પહોંચી ગઈ છે. જ્યાં બુર્જ ખલીફા પર તેનું ટ્રેલર પ્લે કરવામાં આવ્યુ હતું.

    મુંબઈઃ બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનન આ દિવસે પોતાની અપકમિંગ ફિલ્મ 'ભેડિયા'થી લઈને સતત ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે અને સતત સોશિયલ મીડિયા પર છવાયેલું છે. કૃતિ અને વરુણ સતત ફિલ્મનું પ્રમોશન પણ કરી રહ્યા છે. આવતા અઠવાડિયે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રજૂ થશે. પણ ફિલ્મ રિલીઝ પહેલા વરુણ ધવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    હકીકતમાં વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેની સાથે કો-સ્ટાર કૃતિ સેનન પણ જોવા મળી રહી છે. હાલ આ જોડી દુબઈમાં છે અને આ વીડિયો પણ ત્યાંનો જ છે. વરુણ અને કૃતિ દેશ નહીં પણ વિદેશમાં પણ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવામાં કોઈ કસર નથી છોડી રહ્યા અને આ વીડિયો તે વાતનો પુરાવો છે. વરુણે આ વીડિયો પોતાના ફોનમાં ઉતાર્યો છે. જેમાં એક્ટર અને કૃતિ બુર્જ ખલીફાની થોડી દૂર જોવા મળી રહ્યા છે.

    આ પણ વાંચોઃ સુષ્મિતા સેને કંઈક નવું કરવાની જન્મદિવસ પર આપી હિન્ટ, ફોટો શેર કરીને આપી જાણકારી

    બુર્જ ખલીફા પર પર અપકમિંગ ફિલ્મ 'ભેડિયા'નું ટ્રેલર ચાલી રહ્યુ છે. જેને જોઈને બંને સ્ટાર્સનું એક્સાઈટમેન્ટના ચક્કરમાં પોતાનો ફોન પણ પાડી દે છે. પણ પછી તે સંપૂર્ણ બુર્જ ખલીફા બતાવે છે, જ્યાં લોકો ખૂબ જ ધ્યાનથી 'ભેડિયા'નું ટ્રેલર જોઈ રહ્યા હોય છે. બુર્જ ખલીફા પર ટ્રેલર પ્લે થવું બંને એક્ટર્સ માટે ખૂબ જ ખુશીની વાત છે અને તેમની ખુશી તેમના મોઢા પર જોવા મળી રહી છે.








    View this post on Instagram






    A post shared by VarunDhawan (@varundvn)





    આ પણ વાંચોઃ રુપાલી ગાંગુલીના દીકરાને નથી પસંદ મમ્મીનો શો, 'અનુપમા' જોતા જ બંધ કરી દે છે આંખો અને... 

    જણાવી દઈએ કે, દિલવાલે બાદ એકવાર ફરી વરુણ અને કૃતિ એકસાથે ફિલ્મમાં જોવા મળશે. પોતાની ફિલ્મને લોકો સુધી પહોંચાડવા બંને ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ફેન્સથી લઈને મેકર્સ સુધી લોકોને ઘણી અપેક્ષા છે.
    " isDesktop="true" id="1286667" >
    ફિલ્મના ટ્રેલરને અત્યાર સુધી સારો રિસ્પોન્સ મળ્યો છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ લોકોની અપેક્ષા પર ઉભી રહેશે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Burj Khalifa, Entertainment news, Varun dhawan, બોલીવુડ, મનોરંજન

    विज्ञापन
    विज्ञापन