એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને તેનાં પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)નાં ઘરે હાલમાં જ NCBની રેડ પડી હતી. જ્યાંથી પ્રતિબંધિત ગાંજો મેળવ્યાં બાદ NCB (Narcotics Control Bureau)એ એક્ટ્રેસ અને તેનાં પતિની ધરપકડ કરી લેવામાં આવી હતી. ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા (Bharti Singh Haarsh Limbachiyaa Drugs Case)ને ડ્રગ્સ મામલે કોર્ટે જામીન આપી છે. પણ NCB તરફથી કેસની તપાસ હજુ ચાલુ છે. હાલમાં જ NCBએ તે ડ્રગ પેડલરની ધરપકડ કરી હતી જે ભારતીને ડ્રગ્સ પહોંચાડતો હતો.
આ પણ વાંચો- અનુપમા'ની કાવ્યા Real લાઇફમાં પણ છે એટલી જ બોલ્ડ, જુઓ તેનાં PHOTOS
આ વચ્ચે ભારતી સિંહને જામીન મળ્યા બાદ પહેલી પોસ્ટ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા બાદ ભારતી સિંહ શૂટિંગ સેટ પર પરત આવી છે. જેની માહિતી તેણે એક પોસ્ટ દ્વારા આપી છે. ભારતી સિંહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે 'બાહુબલી'ની 'શિવગામી દેવી'નાં ગેટઅપમાં નજર આવી રહી છે.
bharti singh(photo credit/instagra,/@bharti.laughterqueen)
ભારતી સિંહની સાથે કૃષ્ણા અભિષેક પણ નજર આવે છે. જે કટ્ટપ્પાનાં ગેટઅપમાં છે. અને બંનેની સાથે મુબીન સૌદાગર પણ છે. આપને જણાવી દઇએ કે, NCB દ્વારા અટકાયત કર્યા બાદ કોર્ટે દ્વારા જામીન આપી દેવામાં આવ્યાં છે. જે બાદ ભારતીની આ પહેલી પોસ્ટ શેર કરી છે. બેલ મળ્યા બાદ ભારતી સિંહે સૌથી પહેલાં ગણપતિ બાપ્પાને યાદ કર્યા છે. તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ગણપતિ બાપ્પાની એક સુંદર તસવીર અને આરતી શેર કરી છે.
Published by:Margi Pandya
First published:November 28, 2020, 11:39 am