Home /News /entertainment /

ભારતી સિંહે ફેન્સને પુત્રનો 'હેરી પોટર' લુક બતાવ્યો, સેલેબ્સે કહ્યું- ‘કોઈની નજર ન લાગે’

ભારતી સિંહે ફેન્સને પુત્રનો 'હેરી પોટર' લુક બતાવ્યો, સેલેબ્સે કહ્યું- ‘કોઈની નજર ન લાગે’

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ ચાર મહિના પછી દીકરાનો ચહેરો બતાવ્યો.

ભારતી સિંહ અને હર્ષ લીંબાચિયાએ એપ્રિલમાં દીકરા લક્ષ્યને જન્મ આપ્યો હતો. તાજેતરમાં બંનેએ પોતાના દીકરાનો ક્યુટ ચહેરો બતાવ્યો છે. ભારતી અને હર્ષ દીકરાના આવવાથી ઘણા ખુશ છે. બંનેએ દીકરાનો ચહેર્યો બતાવ્યા પછી એક ફોટોશૂટની તસવીર શેર કરી હતી.

વધુ જુઓ ...
    ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ એપ્રિલમાં દીકરા લક્ષ્યને જન્મ આપ્યો હતો. તાજેતરમાં બંનેએ પોતાના દીકરાનો ક્યુટ ચહેરો બતાવ્યો છે. ભારતી અને હર્ષ દીકરાના આવવાથી ઘણા ખુશ છે. બંનેએ દીકરાનો ચહેર્યો બતાવ્યા પછી એક ફોટોશૂટની તસવીર શેર કરી હતી. આ ફોટોશૂટ તેમણે લક્ષ્યના જન્મના થોડા દિવસ પછી કરાવ્યું હતું. હવે ભારતીએ પોતાના દીકરાની બે તસવીર શેર કરી છે. આ તસવીરોમાં લક્ષ્યને હેરી પોર્ટરના અવતારમાં જોઈ શકાય છે. તેમાં પણ તે એકદમ ક્યુટ લાગી રહ્યો છે.

    ભારતી સિંહે ઈન્સ્ટાગ્રામ પર લક્ષ્યનો ક્યુટ ફોટો શેર કર્યો છે. તસવીરમાં બેબીને ચમકીલા પીળા અને મરૂન કલરના સ્વેટરમાં જોઈ શકાય છે. બેબીને ગોળ ફ્રેમવાળા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે. તે એક ટોપલીમાં શાંતિથી સૂતો જોવા મળી રહ્યો છે. તેને ઊનની ટોપી પહેરી છે અને હેરી પોટરવાળી જાદુની લાકડી પકડી છે.




    ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના દીકરા લક્ષ્યનો હેરી પોટર અવતાર ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે. ભારતીએ દીકરાએ લક્ષ્યની તસવીર શેર કરતા લખ્યું, ‘લક્ષ્ય સિંહ લીંબચિયા પોટર’. તેણે હેશટેગની સાથે બેબી બોય, લવ, બ્લેસ્ડ ગણપતિ બાપ્પા મોરિયા લખ્યું છે અને હાર્ટવાળા ઈમોજી કેપ્શનમાં મૂક્યા છે.

    ફોટો પર સેલેબ્સે આપી પ્રતિક્રિયા આપી

    ભારતીય સિંહે જેવા જ દીકરા ગોલા એટલે કે લક્ષ્યની તસવીર શેર કરી, લોકો વિવિધ પ્રતિક્રિયા આપવા લાગ્યા. લોકો કમેન્ટ કરી ગોલાની ક્યુટનેસના વખાણ કરી રહ્યા છે. કપલ ફેન્સ અને ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત તેમના મિત્રોએ લક્ષ્ય પર પ્રેમ વરસાવતી કમેન્ટ કરી. એક્ટ્રેસ ગૌહર ખાને હાર્ટવાળા ઈમોજીની સાથે ‘બ્લેસ હિમ’ લખ્યું, તેમજ શમિતા શેટ્ટી અને ઈશા ગુપ્તાએ હાર્ટવાળુ ઈમોજી કમેન્ટ્સ કર્યું.

    2017માં લગ્ન

    ભારતીએ 2017માં રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા. તે હર્ષ કરતાં 7 વર્ષ મોટી છે. બંનેએ સાત વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યાં હતાં. હર્ષે 'PM નરેન્દ્ર મોદી બાયોપિક'ના સંવાદો લખ્યા હતા. આ ઉપરાંત તેણે 'મલંગ'નું ટાઇટલ ટ્રેક પણ લખ્યું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Bharti singh, Haarsh Limbachiyaa

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन