એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડી કિંગ કપિલ શર્મા ઘણી વખત તેનાં શો પર તમામ દિગ્ગજ એક્ટ્રેસની સાથે ફ્લર્ટ કરતો નજર આવ્યો છે. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણથી લઇ નોરા ફતેહી સુધી તમામ મોટા નામ શામલ છે. હસી મજાક દરમિાયન એક્ટ્રેસની સાથે ફ્લર્ટ કરવાનો કપિલનો અંદાજ સૌ કોઇને પસંદ આવે છે. કપિલની આ ટેવને કારણે કોમેડી ક્વિન ભારતી સિંહે કમેન્ટ પણ કરી છે.
ટેલીચક્કરને આપેલાં ઇન્ટરવ્યૂંમાં ભારતી સિહે કહ્યું કે, તે કપિલ અને ગિન્નીનાં બાળકનાં જન્મ સમયે તેમની પાસે પહોંચી નહોતી શકી કારણ કે તે ગોવામાં તેનાં પતિ હર્ષ લિંબાચિયાનો જન્મ દિવસ ઉજવી રહી હતી. ભારતીએ કહ્યું કે, તે પહેલી વ્યક્તિ હતી જેણે ગિન્ની અને કપિલની દીકરી અનાયરાને ખોળામાં ઉઠાવી હતી.
ભારતીએ કહ્યું કે, 'આ ગુડ ન્યૂઝ સાંભળીને હું પોતાને રોકી ન શકી. આકરે ભાઇએ સવારે 4 વાગ્યે મને મેસેજ કર્યો હતો કે તેમને દીકરો આવ્યો છે. હું ખુબ ખુશ છું કે તેમનો પરિવાર હવે પૂર્ણ થઇ ગયો છે. હવે કપિલ શર્મા શો પણ એક બ્રેક પર જવાનું છે. તો ભાઇને તેમનાં બંને બાળકોની સાથે સમય વિતાવવાની તક મળશે. જેમ હું મુંબઇ પરત આવીશ તો સૌથી પહેલાં કપિલ ભાઇ અને ભાભીને મળીશ.'
ભારતીએ કહ્યું કે, 'કપિલનાં દીકરાનો જન્મ વેલેન્ટાઇન મંથમાં થયો છે તો હું ઇચ્છિશ કે તે મોટો થઇ પિતાની જમ ફ્લર્ટ કરે. જે રીતે કપિલ તેનાં શોમાં એક્ટ્રેસિસ સાથે કરે છે. તેમ તેનો દીકરો પણ પિતાની જેમ જ ફ્લર્ટિશ બને. '
આ પણ વાંચો- અનુષ્કા શર્માએ દીકરી VAMIKAનું નામ જાહેર કર્યા બાદ શેર કરી પોસ્ટ, સ્ટ્રગલ અંગે લખ્યો ખાસ મેસેજ
આપને જણાવી દઇએ કે ભારતીએ સોમવારે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી હતી જે ગીન્નીનાં બેબી શાવરની તસવીર છે. આ તસવીરમાં ગિન્ની અને અનાયરા બંનેએ એક જેવાં કપડાં પહેરેલાં છે. અને તે ઘણી જ ક્યૂટ લાગી રહી છે.
Published by:Margi Pandya
First published:February 02, 2021, 17:51 pm