ભારતી સિંહને યાદ આવ્યા સ્ટ્રગલનાં દિવસો, જ્યારે હાથ અડકાવી જતા લોકો અને...

સ્ટ્રગલનાં દિવસો ભારતીએ કર્યા યાદ

ભારતી સિંહ (Bharti Singh)નું કહેવું છે કે, મનોરંજન ઉદ્યોગમાં મોટાભાગે પુરુષો એવાં હોય છે, જે મહિલાઓની સાથે ખોટો વ્યવહાર કરે છે. કોમેડી ક્વિને જણાવ્યું કે, તે જ્યારે નાની હતી ત્યારે તેની માએ ઘણો ખરાબ સમય જોયો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોમેડી ક્વિન ભારતી સિંહ (Bharti Singh) ઘણી વખત સ્ટ્રગલ અને ઇન્ડસ્ટ્રીમાં તેમનાં અનુભવ વિશે વાત કરે છે. ઘણી વખત તેમનાં નાનપણનાં દિવસોને યાદ કરતાં નજર આવ્યાં છે. હવે એક વખત ફરી ભારતી સિંહે તેનાં જૂના દિવસો યાદ કર્યો છે. ભારતી સિંહ (Bharti Singh Struggle)એ ઇન્ડસ્ટ્રીમાં તેનાં શરૂઆતી દિવસોને યાદ કરાતં તેનાં સંઘર્ષ અંગે વાત કરી છે. કોમેડી ક્વિન હાલમાં જ મનિષ પોલ (Maniesh Paul)નાં ચેટ શોમાં પહોંચી હતી. જ્યાં તેણે જણાવ્યું કે, જ્યારેતે ઇન્ડસ્ટ્રીમાં નવી આવી હતી. શોઝમાં લોોક તેને ખોટી રીતે અડવાંનો પ્રયાસ કરતા હતાં.

  ભારતી સિંહનું કહેવું છે કે, મનોરંજન ઉદ્યોગમાં મોટાભાગનાં પુરુષો એવાં હોય છે જે મહિલાઓની સાથે ખોટો વ્યવહાર કરે છે. કોમેડી ક્વિને જણાવ્યું કે ,તે જ્યારે નાની હતી ત્યારે તેની માતાએ ઘણો ખરાબ સમય જોયો છે. શોમાં મનીષ પોલ સાથે વાત કરતાં ભારતી કહે છે કે, 'ઇવેન્ટનાં કોર્ડિનેટર્સે ઘણી વખત મારી સાથે ખોટો વ્યવહાર કર્યો છે. તે મારી પીઠ પર હાથ રગડીને જતા, મને માલૂમ થતુ કે આ સારો વ્યવહાર નથી. પણ પછી લાગતું કે, આ મારા અંકલની ઉંમરનાં છે તેઓ મારી સાથે કેવી રીતે કંઇ ખોટું ન કરી શકે. '
  View this post on Instagram


  A post shared by Maniesh Paul (@manieshpaul)


  ભારતી કહે છે કે, આજે જઇ તેમને સમજાયું કે, તેમનો વ્યવહાર ખોટો હતો. પણ તે સમયે તેમને આ વાત સમજાતી ન હતી. ભારતી વધુમાં કહે છે કે, 'મને લાગે છે કદાચ હું ખોટી છુ તો મને લાગે છેકે આ ઠીક નથી લાગી રહ્યું પણ તે સમયે મને સમજણ ન હતી. મારામાં હવે લડવાનો આત્મવિશ્વાસ છે. હવે હું કહી શકુ છુ, 'શું છે, શું જોવે છે, બહાર જા, અમે ચેન્જ કરીએ છીએ.' હવે હું બોલી શકુ છું.. તે સમયે મારામાં આવી હિંમત ન હતી. '

  ભારતી સિંહે મનોરંજન જગતમાં 'લાફ્ટર ચેલેન્જ'થી કામની શરૂઆત કરી હતી. શોમાં વાતચીત દરમિયાન ભારતી સિંહે આ પણ જણાવ્યું કે, 'બાળપણમાં તેની માતાએ કેવી મુશ્કેલીઓમાં તેમને મોટા કર્યાં છે. કોમેડી ક્વિન કહે છે કે, 'મે જોયુ છે કે, કેવી રીતે લોકો પૈસા માંગવા મારા ઘરે આવતા હતાં. જ્યારે જબરદસ્તી મારી માનો હાથ પકડી લેતા. મને ત્યારે ખબર નહોતી કે તેઓ શું કરતાં. કોઇ તેનો હાથ પકડતો તો કોઇ ખભા પર હાથ મુકતો. મારી મા કહેતી, 'મારા બાળકો છે, મારો પતિ નથી રહ્યો. અને તમે લોકો આવો વ્યવહાર કરો છો.'
  Published by:Margi Pandya
  First published: