Drugs Case: ભારતી અને હર્ષને મોટો ઝટકો, 4 ડિસેમ્બર સુધી NCBની કસ્ટડીમાં

Drugs Case: ભારતી અને હર્ષને મોટો ઝટકો, 4 ડિસેમ્બર સુધી NCBની કસ્ટડીમાં
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા કોર્ટમાં હાજર

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા કિલ્લા કોર્ટ પહોંચી ચુક્યાં છે. અહીં બંનેની પેશી થઇ છે. કહેવાય છે કે, NCB ભારતી અને હર્ષની જુડિશિયલ કસ્ટડીની માંગણી કરવાની છે.

  • Share this:
    મુંબઇ: એન્ટરટેઇનમેન્ટની દુનિયમાં ફરી એક વખત ડ્રગ્સ મામલો સામે આવ્યો છે. કોમેડિયન ભારતી સિંહની શનિવારે NCBએ ગાંજો લેવાનાં ગૂનામાં ધરપકડ કરી લીધી છે. NCBએ જોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું છે કે, ભારતીએ પતિ અને રાઇટર હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ આજે ભારતી સિંહની કોર્ટમાં પેશી થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ જોડીએ NCBનાં અધિકારીઓ સાથે પૂછપરછમાં ડ્રગ્સની વાત કબૂલી છે. એન્ટરટેઇનમેન્ટ અને ડ્રગ્સ કેસ સાથે જોડાયેલી તમામ અપડેટ્સ માટે જોડાયેલાં રહો

    ડ્રગ્સ કેસ UPDATE


    • મુંબઇ કોર્ટે ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયાને 14 દિવસનાં ન્યાયિક હિરાસતમાં મોકલ્યા. 4 ડિસેમ્બર સુધી રહેશે NCBની કસ્ટડીમાં. પ્રતિબંધિત ગાંજો રાખવા બદલ તેમની થઇ અટકાયત 




    • ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને કિલા કોર્ટે ન્યાયિક હિરાસતમાં રાખવાનો નિર્ણય કર્યો છે. NCBએ ન્યાયિક હરાસતમાં રાખવાની માંગણી કરી હતી. જોકે, ભારતી અને હર્ષે કોર્ટમાં તેમની બેલ માટે અરજી કરી દીધી છે. જેની સુનાવણી સોમવારે થશે. હર્ષ અને ભારતીની સાથે જે બે ડ્રગ પેડલર્સની કોર્ટમાં પેશી થઇ હતી. તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ પણ વાંચો- ભારતી ધરપકડ બાદથી જ કપિલ શર્મા થયો ટ્રોલ, લોકોએ કહ્યું- 'શું હવે આનો વારો ?'


    ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા કિલ્લા કોર્ટ પહોંચી ચુક્યાં છે. અહીં બંનેની પેશી થઇ છે. કહેવાય છે કે, NCB ભારતી અને હર્ષની જુડિશિયલ કસ્ટડીની માંગણી કરવાની છે.

    ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની મેડિકલ તસાપ માટે સિયોન હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. તપાસ પૂર્ણ થયા બાદ બંને હોસ્પિટલથી રવાના થઇ ગયા છે.

    આ પણ વાંચો- ઘણી રાતો ભૂખ્યા પેટે વિતાવી હતી, 10 વર્ષમાં બની કોમેડીની ક્વિન ભારતી સિંહ

    ઉલ્લેખનીય છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શનિવારે ભારતી સિંહનાં અધેરી સ્થિત ઘરમાં દરોડા પાડ્યા હતા અને ગાંજો જપ્ત કર્યો હતો. જે સમયે NCBની ટીમે કાર્યવાહીને અંજામ આપ્યો તે સમયે ભારતી સિંહ અને પતિ હર્ષ ઘરમાં જ હાજર હતાં. રવિવારે હર્ષ લિમ્બાચિયાની ધરપકડ બાદ ભારતી સિંહ અને હર્ષને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

    નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની નેતૃત્વમાં એક ટીમે ભારતી સિંહના લોખંડવાલા કોમ્પ્લેક્સ સ્થિત ઘરની સાથોસાથ તેમના પ્રોડક્શન હાઉસની ઓફિસ પર એક સૂચનાના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં દરોડા દરમિયાન ટીમે 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો.
    Published by:Margi Pandya
    First published:November 22, 2020, 12:55 pm

    ટૉપ ન્યૂઝ