Home /News /entertainment /Hunarbaaz : ભારતી સિંહે પોતાને ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર ગણાવી, કહ્યું- 'એક ફીમાં 2 લોકો કરી રહ્યા નોકરી'
Hunarbaaz : ભારતી સિંહે પોતાને ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર ગણાવી, કહ્યું- 'એક ફીમાં 2 લોકો કરી રહ્યા નોકરી'
વજન ઘટાડવા માટે ભારતી સિંહે એક ખાસ ડાયટ ફોલો કર્યો હતો
ભારતી સિંહ (Bharti Singh) પહેલીવાર માતા બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ કોમેડિયને કલર્સ ચેનલના આગામી શો 'હુનરબાઝ દેશ કી શાન' (Hunarbaaz Desh Ki Shan) નું શૂટિંગ શરૂ કરી દીધું
ભારતી સિંહ (Bharti Singh) પહેલીવાર માતા બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ કોમેડિયને કલર્સ ચેનલના આગામી શો 'હુનરબાઝ દેશ કી શાન' (Hunarbaaz Desh Ki Shan) નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ભારતી આ નિર્ણય પર માત્ર ગર્વ અનુભવી રહી નથી પરંતુ તેની માતા સહિત તમામ મમ્મીઓ વિચારસરણી બદલવાની વાત પણ કરી રહી છે. પોતાને ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર ગણાવી છે. આ શોને ભારતી અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા (Haarsh Limbachiyaa) હોસ્ટ કરી રહ્યા છે.
'હુનરબાઝ દેશ કી શાન' 22 જાન્યુઆરીથી
'હુનરબાઝ દેશ કી શાન' નામનો શો કલર્સ ચેનલ પર 22 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ચેનલના શેર પ્રોમોમાં ભારતી શૂટિંગ માટે તૈયાર થતી જોવા મળે છે. આ દરમિયાન ભારતીએ પોતાને ભારતની પ્રથમ પ્રેગ્નન્ટ એન્કર ગણાવી હતી અને કહ્યું હતું કે, તે સમય ગયો જ્યારે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ઘરે બેસી રહેતી હતી. અમારી મમ્મીઓ એમ કહીને તમામ પ્રકારના નિયંત્રણો મૂકે છે કે આ ન કરો, આવું ન કરો, ઘરે બેસો, આરામ કરો, પરંતુ હું મારી માતા સહિત દેશભરની તમામ મમ્મીઓની વિચારસરણી બદલવા માંગુ છું. મજાક કરતી વખતે કોમેડિયને કહ્યું કે ચેનલે ત્રણ લોકોને કામ આપ્યું છે, પરંતુ પે માત્ર બે ને જ કરે છે.
ભારતી સિંહ પણ પ્રેગ્નન્સીમાં શૂટિંગ કરી રહી છે
કલર્સ ચેનલના શેર પ્રોમોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'હુનરબાઝ'ના મંચ પર આવી રહી છે દેશની પહેલી પ્રેગ્નન્ટ એન્કર, ભારતી પોતાની મહેનતથી આખા દેશની વિચારસરણી બદલી રહી છે. આ મહિલાની ભાવનાને સલામ કરો અને જુઓ 'હુનરબાઝ દેશ કી શાન' 22મી જાન્યુઆરીથી, દર શનિવાર-રવિવારે રાત્રે 9 વાગ્યે માત્ર કલર્સ પર.
તો, ભારતી સિંહના પતિ અને કો-હોસ્ટ હર્ષ લિમ્બાચીયા પણ ગર્ભાવસ્થાની સ્થિતિમાં તેમની પત્નીના કામને લઈને થોડા ચિંતિત છે. એવું કહેવાય છે કે, થોડો ડર છે, કારણ કે શો પણ થોડો અલગ છે. તો, ભારતી પણ શો વિશે થોડી ચિંતિત અને થોડી ઉત્સાહિત દેખાઈ રહી છે. તે કહે છે કે પહેલો દિવસ છે, એકવાર શૂટિંગ થઈ જશે પછી ચિંતા ખતમ થઈ જશે, પેટ પર હાથ મારતાં તે પોતાની ફની સ્ટાઈલમાં કહે છે, 'મમ્મા કામ કરશે, પૈસા કમાશે', પછી શૂટિંગ માટે જતાં મજાકમાં કહે છે. કહેવાય છે કે, કલર્સ ખૂબ જ હોંશિયાર ચેનલ છે, અમે ત્રણ લોકો કામ કરીએ છીએ પણ માત્ર બેને જ પૈસા આપવામાં આવે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર