Home /News /entertainment /ભારતી-હર્ષ પુત્રને લઇને પહોંચ્યા ગોવા, ટ્રિપ પર 2 મહિલાઓએ મચાવી એવી ધમાલ કે હર્ષે માંગ્યા ડિવોર્સ!
ભારતી-હર્ષ પુત્રને લઇને પહોંચ્યા ગોવા, ટ્રિપ પર 2 મહિલાઓએ મચાવી એવી ધમાલ કે હર્ષે માંગ્યા ડિવોર્સ!
ભારતી અને હર્ષ લીંબાચિયા
વર્ષ 2018માં ભારતીસિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચીયાએ (harsh limbachiyaa) ડેસ્ટિનેશન વેડિંગ કરી હતી. બંનેએ ગોવામાં 7 ફેરા લઈને લગ્ન કર્યા હતા. પુત્રના જન્મ બાદ ફરી એકવાર ભારતી અને હર્ષ એ જ જગ્યાએ ગોવા પહોંચ્યા, જ્યાં તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: માતા-પિતા બન્યા બાદ ભારતી સિંહ (Bharti singh) અને હર્ષ લિંબચીયા (Haarsh Limbachiyaa) ખૂબ જ ખુશ છે અને તેમના બાળકની સાથે તેમના કામ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહ્યા છે. કામમાંથી થોડો સમય મળ્યા બાદ ભારતી અને હર્ષ પુત્ર 'ગોલે' સાથે ફરવા નીકળ્યા હતા. પ્રથમ વખત ભારતીએ તેના પુત્ર સાથે હવાઈ મુસાફરી કરી (Bharti Singh and Harsh Limbachiya first flight with their son gola) અને પુત્રની આ મુસાફરી યાદગાર બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ બે મહિલાઓએ હાસ્ય કલાકારની વાટ લગાવી દીધી હતી. ભારતીએ પોતે વિડીયો શેર કરીને તેની ઝલક બતાવી છે.
હાલમાં જ તેણે યુટ્યુબ પર એક વિડીયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે પુત્ર 'ગોલે' સાથે તેની પ્રથમ સફર કેવી રહી? અને કેવી રીતે બે મહિલાઓએ મળીને તેને માથાનો દુખાવો કરી દીધો.
વર્ષ 2018માં ભારતી અને હર્ષે ડેસ્ટિનેશન વેડિંગ કરી હતી. બંનેએ ગોવામાં 7 ફેરા લઈને લગ્ન કર્યા હતા. પુત્રના જન્મ બાદ ફરી એકવાર ભારતી અને હર્ષ એ જ જગ્યાએ ગોવા પહોંચ્યા, જ્યાં તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન પછી જ્યાં બંને રોકાયા હતા, એ જ રિસોર્ટમાં તે પોતાની જૂની યાદો તાજી કરવા માટે રોકાયા હતા, પરંતુ બે મહિલાઓએ સાથે મળીને ભારતી અને હર્ષનો માથાનો દુખાવો કરી દીધો છે.
" isDesktop="true" id="1213398" >
આ બે મહિલાઓ અન્ય કોઈ નહીં પણ ભારતીની હેલ્પર છે, જેમને તે પોતાની સાથે ગોવા લઈ આવી છે. એક છે જાપા જે ભારતીના બાળકની સંભાળ રાખે છે અને બીજી માતરી છે, જે ઘરની શેફ તરીકે કામ કરે છે. પરંતુ બંને એટલી લડે છે કે બંનેએ ગોવાનો પારો પણ ઉંચો કરી દીધો છે.
વિડીયોમાં હર્ષ ભારતીને કહી રહ્યો છે કે મારે બંને પાસેથી છૂટાછેડા જોઈએ છે. ભારતી જણાવે છે કે હર્ષને એક પણ હાઉસ હેલ્પર નથી જોઈતી, પરંતુ હવે જરૂર પડી તો તેના માટે ત્રણ મહિલાઓને સહન કરવી મુશ્કેલ બની રહી છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં પણ ભારતીએ પોતાના પુત્રનો ચહેરો રીવીલ કર્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર