Home /News /entertainment /ભારતી સિંહે જણાવ્યું કેવું હોય છે ગુજરાતી સાસરી અને સાસરીયા સાથે રહેવું, જુઓ VIDEO - હંસી-હંસી પેટ દુ:ખી જશે

ભારતી સિંહે જણાવ્યું કેવું હોય છે ગુજરાતી સાસરી અને સાસરીયા સાથે રહેવું, જુઓ VIDEO - હંસી-હંસી પેટ દુ:ખી જશે

ભારતી સિંહે ગુજરાતી સાસરીમાં રહેવાનો અનુભવ ફની સ્ટાઈલમાં શેર કર્યો

ભારતી સિંહે (Bharti Singh) તાજેતરમાં જ ખુલાસો કર્યો કે, લગ્ન પછી તે કેવી રીતે એક ગુજરાતી પરિવાર (Bharti Singh Gujarati Family) સાથે ભળી ગઈ. તેણે એ પણ જણાવ્યું કે, તેના સસરા સાથે તેનું કેવું બોન્ડિંગ છે. ચિંકી મિંકી (chinki minki) એ તેની યુટ્યુબ ચેનલ પર ભારતી સિંહ સાથેની તેણીની વાતચીતનો એક રમુજી વીડિયો શેર કર્યો છે.

વધુ જુઓ ...
    ભારતી સિંહ (Bharti Singh talks about Gujarati In Laws) સૌથી પ્રખ્યાત કોમેડિયનમાંની એક છે. કોમેડી શો ઉપરાંત દર્શકોએ તેને ઘણા રિયાલિટી શો હોસ્ટ કરતી જોઈ હશે. ભારતી સિંહે (Bharti Singh) લેખક હર્ષ લિમ્બાચીયા (Haarsh Limbachiyaa) સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ 2017માં ગોવામાં લગ્ન કર્યા હતા. હવે, તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જ્યારે ભારતી પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે હર્ષ લિમ્બાચીયા ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

    ભારતી સિંહે તાજેતરમાં જ ખુલાસો કર્યો કે, લગ્ન પછી તે કેવી રીતે એક ગુજરાતી પરિવાર (Bharti Singh Gujarati Family) સાથે ભળી ગઈ. તેણે એ પણ જણાવ્યું કે, તેના સસરા સાથે તેનું કેવું બોન્ડિંગ છે. ટીવી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય જોડિયા બહેનો સુરભી સમૃદ્ધિ ઉર્ફે ચિંકી મિંકી (chinki minki) એ તેની યુટ્યુબ ચેનલ પર ભારતી સિંહ સાથેની તેણીની વાતચીતનો એક રમુજી વીડિયો શેર કર્યો છે.

    ભારતી સિંહે આ વાતચીતના એક સેગમેન્ટનો વીડિયો શેર કર્યો છે, જેમાં સુરભિ-સમૃદ્ધિ તેને પૂછી રહી છે કે, શું તેનું ક્યારેય બે લોકોએ એક સાથે ઈન્ટરવ્યૂ કર્યું છે. ભારતીએ મજાકમાં કહ્યું કે, તેના સાસુ-સસરાએ તેનો ઈન્ટરવ્યુ લીધો છે. પાછળથી, સુરભી સમૃદ્ધિ ભારતીને પૂછે છે કે, લગ્ન પછી પંજાબી ગર્લ હવે ગુજરાતી પરિવાર સાથે કેવી રીતે એડજસ્ટ થાય છે.




    ભારતી સિંહે દરેક સવાલનો ફની જવાબ આપ્યો

    તે ભારતીને પૂછે છે, 'ડ્રિંકિંગ સ્ટેટ એન્ડ ડ્રાય સ્ટેટ મેં તુ-તુ, મેં-મૈં તો નહીં હોતી?' આના પર ભારતી સિંહે મજાકમાં જવાબ આપ્યો, 'ના, હવે તે રાજ્ય પણ ડ્રિંકિંગ સ્ટેટ બની ગયું છે. હવે સસરા પણ સાથે મળીને ચીયર કરે છે.

    લગ્નમાં મળેલી ગિફ્ટ વિશે ભારતી સિંહે આપ્યો ફની જવાબ

    સુરભી સમૃદ્ધિ ભારતી સિંહને લગ્નમાં મળેલી સૌથી મોંઘી અને સૌથી ઓછી કિંમતની ભેટ વિશે જણાવવા કહે છે. ભારતીએ જવાબ આપ્યો, 'કોઈ છેક ગોવા આવે છે અને 6 બાઉલ આઈસ્ક્રીમ સેટ આપે છે, આનાથી તો સારૂ તમે મને મીઠુ પાન ખવડાવી દીધુ હોત.'

    આ પણ વાંચોHunarbaaz : ભારતી સિંહે પોતાને ભારતની પ્રથમ ગર્ભવતી એન્કર ગણાવી, કહ્યું- 'એક ફીમાં 2 લોકો કરી રહ્યા નોકરી'

    ભારતી અને હર્ષ રિયાલિટી શો 'હુનરબાઝ' હોસ્ટ કરી રહ્યા છે

    ભારતી સિંહ પતિ હર્ષ લિમ્બાચીયા (Bharti Singh Haarsh Limbachiyaa) સાથે તેના પહેલા બાળકના સ્વાગતની તૈયારી કરી રહી છે. કોમેડિયન ગર્ભવતી હોવા છતાં સતત કામ કરી રહી છે અને જ્યાં સુધી તે તેના બાળકને જન્મ ન આપે ત્યાં સુધી કામ કરવાનું ચાલુ રાખવા માંગે છે. હાલમાં, ભારતી અને હર્ષ રિયાલિટી શો 'હુનરબાઝ'ને કો-હોસ્ટ કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bharti singh, Bharti singh love story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Comedy queen bharti singh

    विज्ञापन
    विज्ञापन