'ડાન્સ દીવાને 3' એવું તે શું થયું કે, ભારતી સિંઘ અને માધુરી દીક્ષિત આમ રડી પડ્યાં...
'ડાન્સ દીવાને 3' એવું તે શું થયું કે, ભારતી સિંઘ અને માધુરી દીક્ષિત આમ રડી પડ્યાં...
(Photo @ColorsTV/Twitter Video Grab)
'ડાન્સ દીવાને 3' (Dance Deewane 3) નો પ્રોમો વીડિયોમાં ભિખારી અને કુતરાંની વચ્ચે પ્રેમ ડાન્સનાં માધ્યમથી બતાવવામાં આવ્યો. આ વીડિયોમાં બે સ્પર્ધક રુપેશ સોની અને સદ્દામ શેખ નજર આવે છે. વીડિયોમાં બંને એકબીજાની દેખરેખ કરતાં નજર આવે છે, ચિંતા કરે છે અને જીવવા માટે સંઘર્ષ કરતાં નજર આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દીવાને 3' (Dance Deewane 3) ફેન્સ વચ્ચે ખુબજ પોપ્યુલર છે. મેક્સ પણ શોનાં એપિસોડને રસપ્રદ બનાવવાનાં દરેક સંભવ પ્રયાસ કરે છે. અને તે માટે સ્પેશલ એપિસોડ રાખવામાં આવે છે. જેને દર્શકો ખુબજ એન્જોય કરે છે. બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને તુષાર કલિયા સેટ પર 'લવ સ્પેશલ' એપિોડમાં એક વિશેષ ડાન્સ જોઇ ભાવૂક થઇ ગયા. ડાન્સ જોઇને શોની હોસ્ટ ભારતી સિંહ પણ રડી પડી.
કલર્સ ટીવીએ તેનાં અધિકારિક ટ્વિટર હેન્ડલ પર આ એપિસોડનો વીડિયો ટ્વિટ કર્યો છે આ વીડિયોમાં ભિખારી અને કુતરાં વચ્ચેનો પ્રેમ ડાન્સનાં માધ્યમથી દર્શાવવામાં આવ્યો છે. વીડિયોમાં બંને સ્પર્ધક રુપેશ સોનીઅ ને સદ્દામ શેખ નજર આવે છે. અને એક સ્પર્ધક ભિખારી અને બીજો કુતરો બન્યો છે. વીડિયોમાં બંને એકબીજાની દેખરેખ કરે છે. ચિંતા કરે છે અને તેમનાં જીવનનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે.
Pyaar ka koyi roop nahi hota, aur aise dil ko chhuh jaane wale performance ke liye koyi shabd nahi hote ❤️
ડાન્સ દીવાનેનો આવનારો એપિસોડ 'લવ સ્પેશલ' રાખવામાં આવ્યો છે. આ અઠવાડિયામાં આ એપિસોડમાં બિગ બોસ 13 (Bigg Boss 13) નો વિનર સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ પણ નજર આવશે. આ પેહલાં મેકર્સે એક પ્રોમો વીડિયો શેર કર્યો હતો, જેમાં શોનાં સ્પર્ધક પીયૂષ ગુરભેલે શહનાઝ ગિલ સાથે રોમેન્ટિક ડાન્સ કરતો નજર આવ્યો હતો.