એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મમેકર રોહિત શેટ્ટી (Rohit Shetty) તેનાં આવનારા શો 'ખતરો કે ખિલાડી' (Khatro Ke Khiladi 11)નાં પ્રમોશન માટે આ વીકેન્ડ પર ટીવી ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ દિવાને 3' (Dance Deewane 3)માં પહોંચ્યો છે. શોની હોસ્ટ અને કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh) અને હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa) તેનું જબરદસ્ત સ્વાગત કરતાં નજર આવ્યાં છે. રોહિત શેટ્ટીનાં આવવાથી ભારતી એટલી ખુશ થઇ ગઇ છે કે, તેની ચીસ નીકળી ગઇ એટલું જ નહીં તેણે તેનાં ગળામાં ફૂલોની માળા પહેરાવતા KISS કરી હતી. તેને જોયા બાદ પતિ હર્ષની આંખો ખુલી રહી ગઇ છે.
કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)એ હાલમાં જ સોશિયલ મીડિયા એક પોસ્ટ શેર કર્યું છે. આ પોસ્ટ જોયા બાદ આ ઝળખે છે કે રોહિત શેટ્ટી (Rohit Shetty)નાં આવવાથી ભારતી કેટલો ખુશ છે. પણ ભારતીએ રોહિતની સાથે જે હરકત કરી તેનાંથી તેનો પતિ હર્ષ લિંબાચિયા (Limbachiyaa) જરાં પણ ખુશ નજર નહોતો આવ્યો.
ભારતીએ જે પ્રોોમ શેર કર્યો છે. તેમાં આપ જોઇ શકો છો કે, રોહિતનાં આવવાની જાહેરાત કરતાં તેણે ભારતી જોર જોરથી ચીસો પાડવા લાગી છે. જેમ રોહિત સ્ટેજ પર આવે છે. ભારતી પહેલાં તો તેને ફૂલોની માળા પહેરાવે ચે. તે બાદ ગળે લગાવી ગળા પર KISS કરે છે. આ બધુ જોઇ ભારતીનાં પતિને ગમતુ નથી તે પાછળ ઉભો ઉભો કમેન્ટ મારે છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. હર્ષ, રોહિતને કહે છે કે, લગ્ન બાદ અમારું સોશિયલ ડિસ્ટન્સિંગ ચાલે છએ. આ સાંભળીને રોહિત કહે છે કે, એટલે જ આ હાલ છે.
ભારતી સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકોએ ભારતીની આ અદા પસંદ આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ભારતી ગત વર્ષે સ્ટંટ બેઝ્ડ રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી'નો ભાગ હતી. ભારતી હમેશાં જ રોહિત સાથે ફ્લર્ટ કરતી રહેતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર