Home /News /entertainment /

20 Years Of Devdas : ફિલ્મની શૂટિંગ દરમિયાન ખૂલી જતી હતી શાહરુખની ધોતી, જાણો ફિલ્મને લગતી રસપ્રદ વાતો

20 Years Of Devdas : ફિલ્મની શૂટિંગ દરમિયાન ખૂલી જતી હતી શાહરુખની ધોતી, જાણો ફિલ્મને લગતી રસપ્રદ વાતો

'દેવદાસ'ને પૂરા થયા 20 વર્ષ

20 વર્ષ પહેલા જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ' રિલીઝ થઈ હતી, ત્યારે આ ફિલ્મ તેના ભવ્ય સેટ, ક્રિએટીવ અને શાનદાર પ્રોડક્શન માટે ખૂબ ચર્ચામાં આવી હતી. સુંદર સિનેમેટોગ્રાફી અને મનમોહક સંગીત સાથે આ ફિલ્મમાં શાહરુખ ખાન દેવદાસ તરીકે, ઐશ્વર્યા રાય પારો તરીકે, માધુરી દીક્ષિત ચંદ્રમુખી તરીકે અને જેકી શ્રોફ ચુન્નીલાલના રોલમાં હતા.

વધુ જુઓ ...
  સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની ફિલ્મ 'દેવદાસ' (Devdas) ભવ્યતા માટે જાણીતી ફિલ્મ છે. સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા 'દેવદાસ' લગભગ 20 વખત વિવિધ ભાષાઓમાં ફિલ્માવવામાં આવી છે. કેએલ સહગલ અને દિલીપ કુમારથી લઈને સૌમિત્ર ચેટર્જી અને પાઓલી ડેમ સુધી બધાએ આ પાત્રને પોતપોતાની શૈલીમાં ભજવ્યું છે. હવે ફરી એકવાર કોઇ ફિલ્મ સર્જક એને બનાવવાની વાત કરે તો નવાઇ નહીં. દરેક 'દેવદાસ'ની વાત અલગ છે, પરંતુ આજે આપણે વાત કરીશું, ફેન્સના દિલો પર રાજ કરતી શાહરુખ ખાન (Shah rukh Khan), માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને ઐશ્વર્યા રાય (Aishwarya Rai) સ્ટારર ફિલ્મ દેવદાસની. કારણ કે 12 જુલાઈ, 2002ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને 20 વર્ષ પૂર્ણ (20 Years of Devdas) થઇ ગયાં છે.

  20 વર્ષ પહેલા જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ' રિલીઝ થઈ હતી, ત્યારે આ ફિલ્મ તેના ભવ્ય સેટ, ક્રિએટીવ અને શાનદાર પ્રોડક્શન માટે ખૂબ ચર્ચામાં આવી હતી. સુંદર સિનેમેટોગ્રાફી અને મનમોહક સંગીત સાથે આ ફિલ્મમાં શાહરુખ ખાન દેવદાસ તરીકે, ઐશ્વર્યા રાય પારો તરીકે, માધુરી દીક્ષિત ચંદ્રમુખી તરીકે અને જેકી શ્રોફ ચુન્નીલાલના રોલમાં હતા. આ ક્લાસિક ફિલ્મનો જાદુ એવો છે કે આજે પણ તે દર્શકોને પસંદ છે.

  આ પણ વાંચો -મધ્યમ વર્ગને હાલ મોંઘવારીથી કોઇ રાહત નહીં, 18 જુલાઇથી મોંઘી થશે આ વસ્તુઓ

  સેટ પર હતા 47 જનરેટર


  કહેવાય છે કે સંજય લીલા ભણસાલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટને ભવ્ય બનાવવા માટે કોઇ કસર છોડી ન હતી. ભવ્ય સેટ બનાવવા માટે પાણીની જેમ પૈસા વહેડાવ્યા હતા. ટાઈમ્સના રિપોર્ટ મુજબ, સંજયે શૂટિંગ માટે લગભગ 700 લાઈટમેન અને 47 જનરેટરનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે 3-4 જનરેટર પૂરતા હોય છે. મીડિયા રિપોર્ટના અનુસાર સંજયે ફિલ્મના સેટ પર એટલા બધા જનરેટર મંગાવ્યા હતા કે મુંબઇમાં લગ્નોમાં જનરેટરની કમી થઇ ગઇ હતી.

  શાહરૂખની ધોતીએ કર્યા હેરાન


  શાહરૂખ ખાન પણ આ ફિલ્મને પોતાના કરિયરની ખાસ ફિલ્મ માને છે. તેમાં કોઈ શંકા નથી કે અભિનેતાએ દેવદાસની ભૂમિકા પણ ધમાકેદાર રીતે ભજવી હતી. શાહરૂખે બંગાળી પાત્ર રઇસઝાદે દેવદાસની ભૂમિકામાં ફિટ થવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તે પડદા પર પોતાના પાત્રને વાસ્તવિક દેખાડવા માટે શક્ય તમામ પ્રયત્નો કરતો પણ જોવા મળ્યો હતો. સ્ક્રિન પર તે હંમેશા કુર્તા અને ધોતીમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં બધી ઇશ્ક-મોહબ્બત બરાબર હતી, પરંતુ ધોતીએ તેમને પરેશાન કરી દીધા હતા. શાહરૂખે એક વખત જણાવ્યું હતું કે ટ્રેડિશનલ ડ્રેસ ધોતી વારંવાર ખુલી જતી હતી, જેના કારણે તેને શૂટિંગ દરમિયાન ઘણી તકલીફ પડતી હતી.

  આ પણ વાંચો -આ દેશમાં WFH બનશે કાનૂની અધિકાર, લોકો જીવનભર ઘરેથી કરી શક્શે કામ

  દેવદાસનું દરેક ગીત છે આજે પણ ફેમસ


  કલાકારોએ શાનદાર અભિનય કર્યો હતો, પરંતુ 'દેવદાસ'ની સફળતામાં આ ફિલ્મનું સંગીત પણ મોટો રોલ ધરાવે છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ટાઇમ મેગેઝિનની મિલેનિયમ વર્લ્ડ વાઇડની ટોપ 10 મૂવીઝમાં સામેલ થઇ હતી.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Entertainment news, Shah Rukh Khan

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन