Home /News /entertainment /ના હોય! સલમાન ખાનને Kiss કરવાની આ એક્ટ્રેસે ચોખ્ખી ના પાડી, એક સીન માટે ડાયરેક્ટરે કરવો પડ્યો આવો જુગાડ

ના હોય! સલમાન ખાનને Kiss કરવાની આ એક્ટ્રેસે ચોખ્ખી ના પાડી, એક સીન માટે ડાયરેક્ટરે કરવો પડ્યો આવો જુગાડ

ભાગ્યશ્રી આ ફિલ્મના શૂટિંગ વખતે 18 વર્ષની હતી અને એકદમ કન્સર્વેટિવ ફેમીલીથી આવતી હતી.

Bollywood Interesting Story: શું તમે જાણો છો કે ભાગ્યશ્રી (Bhagyashree)એ સલમાન ખાન(Salman Khan)ને કિસ (Kiss) કરવાથી ઇનકાર કરી દીધો હતો. એક્ટ્રેસને આ સીન કરવા માટે કેવી રીતે રાજી કરવામાં આવી એ કિસ્સો પણ રસપ્રદ છે. ચાલો તમને જણાવીએ...

વધુ જુઓ ...
Bhagyashree Refused to Kiss Salman Khan: 1989માં રિલીઝ થયેલી ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં (Maine Pyaar Kiya) સલમાન ખાન અને ભાગ્યશ્રી(Salman Khan Bhagyashree)ની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને તેમની કેમેસ્ટ્રીના આજે પણ વખાણ થાય છે. ભાગ્યશ્રી અને સલમાન ખાન સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો છે જે તેની ફિલ્મના ડાયરેક્ટર, સૂરજ બડજાત્યાએ (Sooraj Barjatya) જણાવ્યો હતો.

શું તમે જાણો છો કે ભાગ્યશ્રીએ ફિલ્મની શૂટિંગ દમિયાન પોતાના કો-સ્ટાર, એક્ટર સલમાન ખાનને કિસ કરવાથી ઇનકાર કરી દીધો હતો. સલમાન અને ભાગ્યશ્રીનો કિસીંગ સીન કેવી રીતે શૂટ થયો અને તેના માટે ભાગ્યશ્રીને કેવી રીતે રાજી કરવામાં આવી. ચાલો તમને જણાવીએ...

આ પણ વાંચો:  સૌથી ખરાબ Kiss! મર્ડર ફિલ્મના સેટ પર મલ્લિકા શેરાવત સાથે બાખડ્યો હતો ઇમરાન હાશ્મી, છતાં આપ્યાં એકથી એક બોલ્ડ સીન

ફિલ્મ 'મૈને પ્યાર કિયા'ના (Maine Pyaar Kiya) ડાયરેક્ટર સૂરજ બડજાત્યાએ (Sooraj Barjatya)આ કિસ્સો જણાવ્યો હતો કે ભાગ્યશ્રી આ ફિલ્મના શૂટિંગ વખતે 18 વર્ષની હતી અને એકદમ કન્સર્વેટિવ ફેમીલીથી આવતી હતી. સૂરજે જ્યારે જણાવ્યું કે તેણે ફિલ્મના એક સીનમાં સલમાનને કિસ કરવાની છે તો ભાગ્યશ્રીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ચાલો જાણીએ કે ડાયરેક્ટરે કેવી રીતે તેને આ સીન માટે તૈયાર કરી.

આ રીતે માની ભાગ્યશ્રી


સલમાન ખાનને કિસ કરવા માટે ડાયરેક્ટરે એક્ટ્રેસને ખૂબ જ કન્વિન્સ કરવી પડી હતી. સૂરજ બડજાત્યાએ જણાવ્યું કે, તે સમજી શકતાં ન હતાં કે તે આ સીનને કેવી રીતે શૂટ કરે અને પછી એકવાર તે એક કાંચના દરવાજામાં ફસાઇ ગયો. તેનાથી તેને આઇડિયા આવ્યો કે તે કાચના દરવાજાને સલમાન અને ભાગ્યશ્રીની વચ્ચે રાખીને આ સીન શૂટ કરી શકે છે અને તેણે બિલકુલ એવું જ કર્યુ.



આ પણ વાંચો:  બોલ્ડનેસમાં મલાઇકા કરતાં પણ ચાર ડગલાં આગળ નીકળી તેની નણંદ, પહેલાં નહીં જોયો હોય અંશુલાનો આવો HOT અવતાર

જણાવી દઇએ કે સલમાને આજ સુધી કોઈને ઓનસ્ક્રીન કિસ નથી કરી. તેનું મુખ્ય કારણ તેની 'નો કિસ ક્લોઝ' છે. ફિલ્મોમાં આવતા પહેલા જ તેણે નિર્ણય લીધો હતો કે તે ક્યારેય કોઈ હિરોઈનને હોઠ પર કિસ નહીં કરે. સલમાને આજ સુધી પોતાને આપેલું આ વચન તોડ્યું નથી. ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ તે સ્પષ્ટ કરે છે કે ફિલ્મમાં કોઈ કિસિંગ સીન ન હોવો જોઈએ. આ સાથે સલમાન એવું પણ માને છે કે તેની ફિલ્મો આખા પરિવાર માટે હોય છે. એટલા માટે આવા સીન્સ યોગ્ય નથી.
First published:

Tags: Actor salman khan, Bollywood actress, Bollywood Latest News, Kissing Scene, Salman Khan Movie